શાળાઓ ફરી શરૂ થઈ:દાહોદ જિલ્લામાં ધો. 1થી 5ના વર્ગ શરૂ, ભુલકાઓનું કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું

દાહોદ14 દિવસ પહેલા
  • પ્રથમ દિવસે બાળકોની પાંખી હાજરી સાથે શાળાઓ શરૂ થઈ એક વર્ગખંડમાં 50 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો ફિઝિકલ શિક્ષણ એસઓપીનું પાલન કરી, બાળકોના સ્વાસ્થ્યની દેખભાળ કરી શરૂ કરવામાં આવ્યું

આજથી એટલે કે તા. 22 નવેમ્બરના રોજથી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાના ગુજરાતના શિક્ષણ મંત્રીના નિર્ણય સાથે દાહોદ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ દ્વારા વર્ગો શરૂ કરાયા હતા. સરકારના એસઓપીના નિયમાનુસાર શિક્ષણની કામગીરી આરંભી દેવામાં આવી હતી. આજે પ્રથમ દિવસે કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છ આપી શાળા સંચાલકો તેમજ શિક્ષકોએ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો.

કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર દરમિયાન બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર પડી હતી. કોરોનાકાળ દરમિયાન ધોરણ 1થી 12ની શાળાઓની સાથે-સાથે કોલેજો પણ બંધ રહી હતી. સમય જતાં કોરોનાની પકડ ધીમી પડતાં રાજ્યમાં પુન: શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ ધોરણ 6થી 12ના વર્ગો શરૂ કરવાના નિર્ણય બાદ ગુજરાતના શિક્ષણ મંત્રી દ્વારા ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત સાથે બાળકો તેમજ તેમજ વાલીઓએ તૈયારી શરૂ કરી હતી.

22મી નવેમ્બરના રોજથી ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની જાહેરાત સાથે ગઈકાલે રવિવારે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના વહીવટી તંત્ર સાથે એક મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આજરોજ વર્ગો શરૂ થતા દાહોદ જિલ્લાની શાળાઓમાં બાળકોને શાળાના સંચાલકો તેમજ શિક્ષકોએ પ્રથમ દિવસે કુમકુમ તિલક તેમજ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. સૂત્રો અનુસાર દાહોદ જિલ્લામાં ધોરણ 1થી 5નું ફિઝિકલ શિક્ષણ એસઓપીનું પાલન કરી તેમજ બાળકોના સ્વાસ્થ્યની દેખભાળ કરી શરૂ કરવામાં આવ્યું છે. એક વર્ગખંડમાં 50 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શાળાઓ ખૂલતાંની સાથે જ સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝર વગેરેનું શાળાઓમાં અને વર્ગખંડોમાં ચુસ્ત પાલન કરવામાં આવશે. બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ મંગાવવામાં આવ્યાં છે, ત્યારે હવે ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ થતાં શાળા, વર્ગખંડોમાં બાળકોના કલરવ અને ચહલ પહલ પણ જોવા મળશે. જો કે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઘણી ઓછી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...