તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકમાં અવ્વલ:દાહોદ જિલ્લામાં શ્રમિકો પરત આવતા એસટી ડેપોને 36 કલાકમાં 35 લાખની અધધ આવક

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમા 14,000 મુસાફરો એક જ સ્ટેશને ઉતર્યા ગુજરાતમાં આવકની દ્રષ્ટિએ ડેપો નંબર-1 પર પહોંચી ગયો

દાહોદ એસ.ટી.ડેપો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ માટે ટંકશાળ સમાન ડેપો છે.કારણ કે ક્યારેય આ ડેપો ખોટ કરતો નથી અને તેનું કારણ જિલ્લાના શ્રમિકો છે.દર તહેવારે શ્રમિકો વતન આવે છે અને તહેવારો પછી પરત જાય છે.સામાન્ય દિવસોમાં પણ અહીં ટ્રાફિક ધમધમતો જ રહેતો હોવાથી દાહોદ ડેપોની આવક નોંધપાત્ર જ રહે છે.ત્યારે આ તહેવારોમાં પણ શ્રમિકો વતન પરત આવતા 36 કલાકમાં જ ડેપોને 35,00,000 રુની અધધ આવક થતાં ડેપો આવકની દ્રષ્ટિએ ગુજરાત ભરમાં પ્રથમ નંબરે પહોંચી ગયો છે.

દાહોદ જિલ્લામાંથી શ્રમિકો સપરિવાર રાજ્યના નગરો અને મહાનગરોમાં રોજગારી માટે જાય છે. ઉપરાંત પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના સરહદી આદિવાસી જિલ્લામાંથી શ્રમિકો રોજગારી માટે ગુજરાતના મહાનગરોમાં જાય છે.તહેવારો ટાંણે આ શ્રમિકો વતનમાં આવે છે ત્યારે અને પરત મહાનગરોમાંથી તહેવારો ટાંણે આવે અને પરત મહાનગરોમાં તહેવારોની ઉજવણી પછી જાય ત્યારે દાહોદના ડેપો પર મુસાફરોનુ કીડીયારું ઉભરાય છે.

દાહોદ આવી ગામડે જવા બસમાં બેસવા પણ કતારો જામે છે
દાહોદ આવી ગામડે જવા બસમાં બેસવા પણ કતારો જામે છે

શ્રાવણ માસના આ તહેવારોમાં પણ રાત દિવસ વતન આવતા શ્રમિક પરિવારોને કારણે 24 કલાક બસ ડેપો ધમધમતો રહેતો હતો.દાહોદ તરફ અવિરત વહેતા માનવ પ્રવાહને કારણે દાહોદ દેપો પર જાણે મેળો જામ્યો હોય તેમ લાગી રહ્યુ છે.દાહોદ આવ્યા પછી પોચાના ગામડે જવા પણ બસમાં બેસવા કતારો જામી રહી છે.ત્યારે ડેપો મેનેજર જે.આર.બુચ સહિત વહીવટી સ્ટાફ છેલ્લા 96 કલાકથી ખડે પગે છે.જેને જ્યારે તક મળે ત્યારે થોડી ઉંઘ લઇ લેવી પડે છે કારણ કે ભીડને કારણે સ્ટાફે જાગવું જરુરી છે.આમ સતત મુસાફરો આવતા ગત 12 કલાકમાં જ દાહોદ ડેપો પર 14,000 જેટલા મુસાફરો ઉતર્યા હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે.તેને કારણે 36 કલાકમાં જ 35 લાખ રુની માતબર આવક નોંધાઇ છે.તેને કારણે ડેપો આવકની દ્રષ્ટિએ ગુજરાતમાં નંબર 1 પર પહોંચી ગયો છે.હવે જનમાષ્ટમી પછી જવા માટે પણ આવી જ કતારો જામશે ત્યારે હાલ ગામડાંઓમાં તહેવાર ટાંણે તમામ ઘર અને પરિવારો હર્યા ભર્યા થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...