દારુનું દુષણ:દાહોદ જિલ્લામાં પોલીસના જુદા જુદા સ્થળે દરોડા, ચાર સ્થળેથી રૂપિયા 1.24 લાખનો દારુ ઝડપાયો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન પર લવાતો તેમજ ઘરમાં રાખેલો દારૂનો જથ્થો જપ્ત કરાયો
  • ચાર બનાવમાં કેટલાંક ઈસમો ઝડપાયા, કેટલાંક પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યાં

દાહોદ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં પોલીસે અલગ અલગ સ્થળાએ રેડ પાડી હતી. જેમાં પોલીસે કુલ ચાર સ્થળોએથી કુલ રૂ. 1 લાખ 24 હજાર 122ના જથ્થા મોટરસાઈકલ તેમજ ફોર વ્હીલર કબજે કરી હતી. ત્યારે ચાર બનાવમાં કેટલાંક વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે કેટલાંક વ્યક્તિઓ પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યાં હતા.

પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે ચેકપોસ્ટ પર બન્યો હતો. જેમાં ગજેન્દ્રસિંહ મંગલસિંહ ડોડીયા પોતાની સાથે કંતાનના થેલામાં વિદેશી દારૂ લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે પોલીસને તેની ઉપર શંકા જતાં તેને ઉભો રખાવી તેની પાસેના થેલાઓની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની 26 હજાર 417ની કિંમતની કુલ 72 બોટલો મળી આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો અશોકભાઈ નામક વ્યક્તિએ ભરી આપ્યો તેમજ અજયભાઈએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ ઝાલોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ ઝડપાયાનો બીજો બનાવ લીમખેડા તાલુકાના વટેડા ગામે બનવા પામ્યો હતો. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે વટેડા ગામે ભાભોર ફળિયામાં રહેતાો રમેશ સુક્રમ બારીઆના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે રમેશને ઝડપી પાડ્યો હતો. તેના મકાનની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની રૂા. 27 હજાર 655ની કિંમતની 169 બોટલો સાથે લીમખેડા પોલીસે રમેશવિરૂદ્ધ લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના આંકલી ગામે બન્યો હતો .જેમાં દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામે રહેતો હરેશ ભાવસીંગભાઈ સુથાર પોતાની મોટરસાઈકલ પર વિદેશી દારૂ ભરી હેરાફરી કરતો હતો. આ દરમિયાન આંકલી ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસને જોઈ હરેશ પોતાની મોટરસાઈકલ પર લટકાવેલો વિદેશી દારૂ ભરેલો કંતાનનો થેલો સ્થળ પર મુકી મોટરસાઈકલ લઈ નાસી ગયો હતો. પોલીસે કંતાનના થેલામાંથી વિદેશી દારૂનો કુલ રૂા. 28 હજાર 440નો ઝડપી હરેશ ભાવસીંગભાઈ સુથાર વિરૂદ્ધ સાગટાળા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ ઝડપાયાનો ચોથો બનાવ દાહોદ તાલુકાના રાબડાળ ગામે બનવા પામ્યો હતો. જેમાં ગઈકાલે સોમવારના રોજ રાબડાળ ગામે હાઈવે રોડ પર પોલીસ નાકાબંધીમાં હતી. તે સમયે ત્યાંથી દિવાકર અશોકભાઈ દરબાર અને કૌશલ ભાનુભાઈ પંચાલ નામના બે ઈસમો પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં નાકાબંધીમાં ઉભેલી પોલીસને શંકા જતાં તેમને ઉભા રખાવ્યાં હતાં અને પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેમની ફોર વ્હીલર ગાડીની તલાશી લીધી હતી. જેમાંથી 41 હજાર 600 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની કુલ 86 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ફોર વ્હીલર ગાડી કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...