તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • In Dahod District Panchayat, The Post Of Leader Of Opposition For Congress Is Also In Jeopardy. BJP Won 43 Out Of 50 Seats.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મડાગાંઠ:દાહોદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ માટે વિપક્ષ નેતાનું પદ પણ જોખમમાં, ભાજપે 50માંથી 43 બેઠકો પર વિજય મેળવ્યો હતો

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ 50માંથી 6 બેઠક પર સમેટાઇ ગયેલી કોંગ્રેસને વિપક્ષનો દરજજો પણ નહી મળે?
 • કિરીટ પટેલે દાવેદારી નોંધાવી પરંતુ અધિકારીઓએ કહ્યું ધારાધોરણ ચકાસવા પડશે

દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો એક તરફી વિજય થયો છે. ત્યારે એક આંકડામાં સમેટાઇ ગયેલી કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ પણ મળશે કે નહી તેની મડાગાંઠ સર્જાઈ છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પત્ર સાથે હાલ ચૂંટાયેલા કિરીટ પટેલે દાવો કર્યો
દાહોદ જિલ્લા પંચાયતમા ભાજપે 50 માંથી 43 બેઠકો પર વિજય મેળવી લેતા કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. કારણ કે ગત વખતે 26 બેઠકો મેળવી સત્તા પર આરુઢ થયેલી કોંગ્રેસ માત્ર 6 બેઠકો પર સમેટાઇ ગઇ છે. એક બેઠક અપક્ષને ફાળે ગઇ છે. જિલ્લા પંચાયતમા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચુકી છે. પરંતુ વિપક્ષના નેતાની નિમણૂંક લટકી પડી છે. કારણ કે આ પદ માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પત્ર સાથે હાલ ચૂંટાયેલા કિરીટ પટેલે દાવો કર્યો છે. જો કે તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયતના જણાવ્યા અનુસાર વિપક્ષના નેતા પદ માટેના ધારાધોરણ ચકાસવા પડશે. તેના માટે કેટલી બેઠક જોઇએ અને કેવી રીતે આ પદ આપી શકાય તેના નિયમો જાણીને નિર્ણય કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો