તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓલ ઇઝ વેલ:દાહોદ જિલ્લામાં રસીકરણ બાદ માત્ર 10 ટકા લાભાર્થીઓને તાવની ફરિયાદો

દાહોદ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી ચાલી રહી છે - Divya Bhaskar
જિલ્લામાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી ચાલી રહી છે
 • અત્યાર સુધી કલેક્ટર,એસપી સહિતના 2500 કોરોના વોરિયર્સે રસી મુકાવી દીધી
 • ટુંક સમયમાં 5000 લાભાર્થીઓનુ રસીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

દાહોદ જિલ્લામાં કોરોનાની રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.અ ત્યાર સુધી 2500 જેટલા કોરોના વોરિયર્સને રસી આપી દેવામાં આવી છે પરંતુ કોઇ પણ વ્યક્તિને રસીની આડ અસર થઇ નથી.માત્ર 10 ટકા કિસ્સામાં લાભાર્થીને તાવ આવતો હોવાનું જાણવા મળ્યુ છે. ટુંક સમયમમાં 5 હજાર લાભાર્થીનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 2800 દર્દી્ઓ નોંધાઇ ચુક્યા છે,તેમાંથી 2693 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે અને કોરોના તેમજ કોરોના સાથે વિવિધ બીમારીઓ ધરાવતાં 91 લોકોના મોત નીપજી ચુક્યા છે. હાલમાં જિલ્લામાં માત્ર 11 જેટલા જ કોરોનાના એક્ટીવ કેસ છે ત્યારે કોરોનાના દર્દીઓમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી સમગ્ર તંત્ર સહિત જનસામાન્ય રાહત અનુભવી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી પણ પૂર જોશમાં ચાલી રહી છે. જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા જેવા ઉચ્ચ અધિકારીઓ સહિતના કોરોના વોરિયર્સને કોરોનાની રસી મુકી દેવામાં આવી છે.

સત્તાવાર માહિતી પ્રમાણે 2500 જેટલા કોરોના વોરિયર્સને રસી મુકી દેવામાં આવી છે અને ટુંક સમયમાં 5000 લાભાર્થીઓને રીસ મુકી દેવામાં આવશે.તેવા સમયે હાલ સુધી જેમને રસી મુકવામાં આવી છે તે પૈકી એક પણ લાભાર્તીને રસીની આડઅસર થઇ ન હોવાનુ જિલ્લા આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યુ છે. માત્ર 10 ટકા લોકોને રસી મુક્યાબાદ તાવ આવતો હોવાની ફરિયાદો ઉભી થતાં તેમને જરુરી સારવાર આપવામાં આવી છે. દાહોદ જિલ્લા અધિક આરોગ્યઅધિકારી ડો.આ.ર.પહાડીયે જણાવ્યુ હતુ કે પોતે પમ રસીકરણ કરાવ્યુ હોવા છતાં કોઇ પમ કોમ્પ્લીકેશન ઉભા તયા નતી તેમજ માત્ર 10 ટકા લાભાર્તીઓને તાવ આવતો હોવાની ફરિયાદો મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો