મેળાપ:દાહોદ જિલ્લામાં પતિ પાસેથી બે બાળકી મેળવવા માતા મેદાને પડી

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ નજીક 181ની સમજાવટથી પતિ-પત્ની વચ્ચે સમાધાન : સમજાવટથી બંને બાળકી માતાને સોંપાઇ
  • પિયરમાં રહેતી મહિલા સાસરી આવવા રાજી , પતિએ ત્રાસ નહીં આપવાની બાંહેધરી આપી

દાહોદ શહેર નજીક આવેલા એક ગામમાં પતિ પત્ની વચ્ચે મનદુખને કારણે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી જ્યારે તેમની એક અને બે વર્ષની બે બાળકી પોતાની પાસે જ મુકી લીધી હતી. માતા અને પૂત્રીએ એકબીજા વગર ઝુરી રહી હોવાથી મહિલાએ 181 મહિલા અભયમની મદદ લીધી હતી. જેથી મહિલાને બાળકીઓ તો મળી ગઇ હતી પરંતુ પતિ અને પત્ની વચ્ચે પણ સમાધાન સધાઇ ગયુ હતું. દાહોદ શહેર નજીકના એક ગામમાં રહેતી મંગુબેન અને તેના પતિ વચ્ચે કોઇ બાબતે ડખો થતાં તેને ઘરમાંથી કાઢી મુકાઇ હતી.જ્યારે એક વર્ષ અને બે વર્ષની ઉમર ધરાવતી બે બાળકી પતિએ પોતાની પાસે જ મુકી લીધી હતી. મગુબેનના કાકા સહિતના લોકો સવારે તેમના ઘરે જતાં ધમકી આપી દીકરીઓ સોંપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી મંગુબેનના કાકાએ તેમની સંમતિથી 181 મહિલા અભયમને જાણ કરીને બંને બાળકી અપવવાની વિનંતિ કરી હતી.

181 મહિલા અભયમના સ્ટાફે પતિને સમજાવવા છતાં તે બાળકીઓ આપવા તૈયાર થયો ન હતો.જેથી પત્ની ને ત્રાસ આપવો તે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ગુનો બને છે જેની સજા થઇ શકે છે, એકબીજાને અનુરૂપ બની જીવન જીવવા અને બાળકીઓને શિક્ષણ આપવા માર્ગદર્શન કરતાં પતિને પોતાની ભૂલ સમજાતા તેણે પત્નીને હેરાનગતિ નહી કરવાની ખાત્રી આપીને બંને બાળકી માતાને સોંપી દીધી હતી.

આ સાથે મંગુબેનને પણ બાળકીઓને માતા પિતા બનેની હુંફની જરૂર હોવાનું સમજાવતાં તેમણે પણ થોડા દિવસ પિયરમાં રહીને સાસરીમાં આવી જશે તેવી બાંહેધરી આપી હતી. આમ 181ના પ્રયાસથી પતિ પત્ની વચ્ચે મનમેળ સધાઇ ગયુ હતુ અને એકબીજા વગર ઝુરતી માતા બાળકીઓનો પણ મેળાપ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...