વિસર્જન:દાહોદ જિલ્લામાં દુંદાળા દેવને ભારે હૈયે વિદાય, કેટલાંક લોકો-મંડળોએ મંડપમાં જ અને ઘરે જ વિસર્જન કર્યુ

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલોલ ગણેશ વિસર્જનને લઈ શ્રીજીના દર્શન માટે હજારોની મેદની ઉમટી હતી. સિંધવાવ તળાવ અને વડાતલાવ ખાતે વિસર્જન કરાયું હતું. - Divya Bhaskar
હાલોલ ગણેશ વિસર્જનને લઈ શ્રીજીના દર્શન માટે હજારોની મેદની ઉમટી હતી. સિંધવાવ તળાવ અને વડાતલાવ ખાતે વિસર્જન કરાયું હતું.
  • અબીલ ગુલાલની છોળો વચ્ચે ડીજે અને ઢોલ નગારાના તાલે માર્ગો ગણેશ ભક્તો અને લોકોથી ઉભરાયા
  • શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશમય, ભક્તિમય માહોલમાં ગણેશ મહોત્સવની વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઘરે-ઘરે લોકોએ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશજીની પુજા, અર્ચના તેમજ આરતી કરી ગણેશજીની ભક્તિ કરી હતી. ત્યારે શુક્રવારે ગણેશજીને ભારેહૈયે વિદાય આપી હતી. દશ દિવસના આતિથ્ય બાદ ભગવાન ગણેશજીની પ્રતિમાને વિસર્જન કર્યુ હતું. વિસર્જનના એક દિવસ અગાઉ દાહોદ શહેરમાં રાતના સમયે મહત્તમ સ્થળે 56 ભોગના કાર્યક્રમ કરાયા હતા. આ સાથે મોડી રાત સુધી શ્રીની ઝાંકીઓ જોવા ભીડ ઉમેટી હતી.

વિસર્જન સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પાલિકા દ્વારા તરાપા, લાઇટીંગ, ક્રેઇન સહિતની વ્યવસ્થા ગોઠવી હતી. શુક્રવારની સાંજે એકાએક ધોધમાર વરસાદ શરૂ થઇ લાંબો સમય ચાલતા ગણેશ મંડળોમાં ચિંતા ફેલાયેલી જોવા મળી હતી. વરસાદ લાંબો સમય પડતાં કેટલીક ઝાંખીઓ મોડી નીકળી હતી. સંજેલી, દેવગઢ બારિયા, ઝાલોદ, ફતેપુરા, ગરબાડા ધાનપુર, સિંગવડ અને લીમખેડામાં પણ નિવિઘ્ને વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યુ હતું.

ઘોઘંબાની કરાડ નદી તથા ડેમમાં શ્રીજીની પ્રતિમાઅોનું વિસર્જન કરાયું
ઘોઘંબા. ઘોઘંબામાં ગણપતિની દસ દિવસ પૂજા અર્ચના સાથે અાતિથ્ય માણ્યુ હતુ. શુક્રવાર સવારથી જ ધોધંબા તાલુકામાં લોકોએ ગણેશજીને ખુબ જ ભાવભીની વિદાય આપી ગણપતિ જી નો ડીજેના તાલે તથા અાતશબાજી સાથે વિવિધ મંડળોના ગણેશજીની શોભાયાત્રાઅો નીકળતા આખુ ગામ ભક્તિના પવિત્ર રંગમા રંગાઈ ગયું હતું. ત્યારે ધોધંબાના મહાકાલ યુવક મંડળ, શીવા ગ્રુપના કોબ્રા કા રાજા ગણેશજી તેમજ પાલ્લી રોડ વિવેકાનંદ સોસાયટી, પ્રમુખ પાર્કના ગણપતિની વિદાયમાં મોટી સંખ્યા ભાવીક ભકતો શોભાયાત્રામાં ઉમટી પડતા માનવ મહેમાણ ઉમટ્યુ હતુ. 140 જેટલા ગણપતિની પ્રતિમાઓનુ કરાડ ડેમ અને કરાડ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

સંતરામપુરમાં સંત જૂના તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું
સંતરામપુર. સંતરામપુરમાં દસ દિવસ ભક્તિભાવ પૂર્વક સેવા પૂજા કર્યા બાદ શુક્રવારે સંતરામપુરના વિવિધ ગણેશ મંડળો ભોઇવાડા વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવેલી હતી. બાપા મોરિયા, અગલે બરસ જલ્દી આવ ના નારા તથા ડીજેના તાલ સાથે નાચતા કુદતા ભક્તોએ ઉલ્લાસભેર શ્રીજીને ભાવભીની શોભાયાત્રામાં જોડાયા હતા. જેમા ટેકરી કા રાજા મંડળ દ્વારા એક જ પ્રકારનો પહેરવેશથી અનોખો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રા હુસેનીચોક, પીપળી ફળિયા, ચાચરચોક, મોટાબજાર, નવાબજાર, ગોધરા ભાગોળ, બસ સ્ટેન્ડ ચોકડી, લુણાવાડા રોડ થઈ સંત જુના તળાવમાં તમામ શ્રીજીની પ્રતિમાઅોનું વિસર્જન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...