નવી ભરતી:દાહોદ જિલ્લામાં 195 શિક્ષકોની ભરતી થવા છતાં 745 જગ્યાઓ ખાલી રહી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વિદ્યાસહાયકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લામાં નવા 195 વિદ્યાસહાયકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ બીઆરસી ભવન, મુવાલીયા ખાતે યોજાયો હતો. નવા ઉપસ્થિત થનારા વિદ્યા સહાયકોને મહાનુભાવોએ શુભેચ્છાઓ આપી હતી. તેમજ વિદ્યા સહાયકોએ પોતાની સ્થળ પસંદગી પણ કરી હતી. જિલ્લામાં હજી પણ શિક્ષકોની 745 જગ્યાઓ ખાલી છે.

નવા વિદ્યાસહાયકોએ 75 વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આજે ઉપસ્થિત થયેલા દરેક વિદ્યાસહાયક 75 વૃક્ષો વાવે અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો.તેની સાથે પસંદગી પામેલા તમામને નિમણુંક પત્ર પણ આપી દેવામા આવ્યા હતા.

11 હજારથી વધુ શિક્ષકો ફરજ બજાવે છે
દાહોદ જિલ્લામાં 1600 થી વધુ સરકારી પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ કાર્યરત છે.જેમાં મોટી સંખ્યામાં ગામડાના બાળકો અભ્યાસ કરે છે.ઉપરાંત 11,000 કરતાં વધુ શિક્ષકો ફરજ બજાવે છે.આવી શાળાઓમા કુલ 940 શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી.તે પૈકી 195 જગ્યાઓ ભરાઇ જતા હવે 745 શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે.આ જગ્યાઓ પણ જેમ બને તેમ જલ્દી ભરવી જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...