તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 9 કેસ સામે 16 દર્દી સ્વસ્થ થયા

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 117 પર પહોંચી

દાહોદ જિલ્લામાં આજે કોરોનાના નવા 09 પોઝીટીવ કેસ નોંધાયાં છે. છેલ્લા બે દિવસથી શુન્ય અને એક બે પોઝીટીવ કેસ આવતાં હતાં. હાલ પણ કોરોનાના સંક્રમણના કેસો ઓછા આવી રહ્યાં છે પરંતુ લોકો દ્વારા હાલ પણ એટલી જ સાવચેતી રાખવાની તાતી જરૂરીયાત છે.

આર.ટી.પી.સી.આર.ના 1624 પૈકી 00 અને રેપીડ ટેસ્ટના 616 પૈકી 09 કોરોના પોઝીટીવ નોંધાયાં છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી 05, દાહોદ ગ્રામ્યમાંથી 01 ઝાલોદ અર્બનમાંથી 01, ઝાલોદ ગ્રામ્યમાંથી 02 કેસનો સમાવેશ થાય છે. આજે પણ કોરોનાથી મૃત્યુઆંક શુન્ય નોંધાતાં જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.

આજે 16 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસની સંખ્યા પણ ઘટીને 117 પર પહોંચી છે. દાહોદ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ આક અત્યાર સુધી 338ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7089 ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...