ઓફલાઇન શિક્ષણ:દાહોદ જિલ્લામાં 23 માસ બાદ ધો.1 થી 5ની 1781 શાળા ફરી ગુંજી ઉઠશે

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાહોદ જિલ્લામાં શાળામાંઓમાં સફાઇ કાર્ય શરૂ કરાયું. - Divya Bhaskar
દાહોદ જિલ્લામાં શાળામાંઓમાં સફાઇ કાર્ય શરૂ કરાયું.

કોરોનાના કારણે છેલ્લા દાહોદ જિલ્લામાં છેલ્લા 23 મહિનાથી બંધ ધોરણ-1થી 5નું શિક્ષણ ફરી સ્કૂલમાં શરૂ થશે. દાહોદ જિલ્લામાં 1647 સરકારી પ્રાથમિક શાળા સાથે 23 ગ્રાન્ટેડ અને 114 ખાનગી પ્રાથમિક શાળામાં કલરવ ગુંજતુ જોવા મળશે. જિલ્લામાં ધો.1થી 5ની શાળાઓમાં 225460 ભુલકાં અભ્યાસ કરે છે. શાળામાં બાળકોની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

ધોરણ 6થી ઉપરનાં વર્ગો માટે જે SOP ની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તે જ SOP સાથે જ આ વર્ગો શરૂ કરવામાં આવશે. દરેક શાળાઓએ આ જ ગાઈડલાઇનનું પાલન કરવાનું પણ જણાવવામાં આવ્યુ છે. સોમવારથી શાળાઓ શરૂ કરવાની જાહેરાત સાથે જ દાહોદ જિલ્લામાં રવીવારના રોજ જ કેટલાંક શિક્ષકોએ શાળાએ પહોંચીને સફાઇ કાર્ય શરૂ કર્યુ હોવાનું જોવા મળ્યુ હતું. જોકે, પ્રાથમિક શાળાઓ છેલ્લા 23 મહિનાથી બંધ છે ત્યારે તેની સફાઇમાં જ બે-ત્રણ દિવસ પસાર થઇ જાય તેમ જોવાઇ રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યુ હતું કે, વિદ્યાર્થી માટે પણ પ્રત્યક્ષ શિક્ષણ કાર્યની શરૂઆત કરવા માટે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનો પરિપત્ર શિક્ષકોને મોકલી દેવાયો છે.

સાથે નમૂનારૂપ સામેલ કરેલ સંમતિપત્રક જે તે વાલીઓ પાસેથી મેળવવાનું જણાવાયુ છે. જો કોઈ વાલી સંમતિ ન દર્શાવે તો તેના બાળકને આપણે જુના શૈક્ષણિક ક્ષેત્રમાં જે રીતે ઓનલાઇન શિક્ષણ અને ફળિયા શિક્ષણના ભાગરૂપે બાળકને શિક્ષણ કાર્ય કરાવતા હતા તે કાર્ય ચાલુ રાખવા સાથે સોમવારથી જ કમાન્ડ કંટ્રોલ સેન્ટર,ગાંધીનગર મારફત ઓનલાઇન હાજરી લેવામા આવનાર હોવાથી જેથી તમામ શાળાઓ સમયમર્યાદામાં હાજર બાળકોની હાજરીમાં ઓનલાઇન કરી દે તે સુનિશ્ચિત કરવાનું પણ જણાવી દેવાયુ છે. આ ઉપરાંત બે બાળકો વચ્ચેનું ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવા, નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મદદ લઇ જરુરીયાતના દિવસોમાં સેનીટાઇઝર કરાવવાની પણ સુચના આપી દેવાઇ છે.

પંચમહાલ જિ.માં ધો.1થી 5ની 1529 શાળાઓ ફરી ધમધમશે
કોરોના મહામારીને લીધે પંચમહાલ સહિત રાજયમાં ધોરણ 1થી 5 વિદ્યાર્થીઓ વર્ગ ક્લાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલ ધોરણ 6થી 12ના ઓફલાઇન વર્ગ ચાલુ કરી દીધા છે. હાલ કોરોના કાબૂમાં આવતાં શિક્ષણ વિભાગે 15 માર્ચ 2020થી બંધ ધોરણ 1થી 5 ના વર્ગો સોમવારથી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લાની ધોરણ 1થી 5ની 1389 સરકારી શાળાઓ અને 140 ખાનગી શાળાઓમાં આજથી શિક્ષણ કાર્ય ચાલુ કરાશે. શાળામાં પ્રવેશ આપવા વાલીના સંમતિ પત્રક રજૂ કરીને પ્રવેશ આપવામાં આવશે. જિલ્લાના 1 લાખ કરતા વધુ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ 20 માસ બાદ ઓફલાઇન અભ્યાસ કરશે. સ્કૂલો દ્વારા હેન્ડવોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પુરી પાડશે. વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ કરીને પ્રવેશ અપાશે. માસ્કનો ફરજીયાત ઉપયોગની સૂચના શાળાઓને અપાઇ છે. ધો. 1થી 5ના વર્ગો મરજીયાત હોવાથી શાળાના બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...