108 બની સંકટમોચક:દાહોદ જિલ્લામાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં બે મહિલાની સફળ પ્રસુતિ કરાવી

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને તેમના પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો

દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં બે સફળ પ્રસુતિ કરાવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદ સમાન બની છે. ત્યારે શહેરમાં 108ની ટીમ મહિલા અને તેમના બાળક માટે દેવદૂત સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. 108 ના ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયને એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી અને બાદમાં માતા અને પુત્રને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.

આ અંગ પ્રાપ્ત વિગત મુજબ વાગેલા ગામમાં રહેતી એક મહિલાને રાત્રે અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી. જેથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા પેથાપુર લોકેશનની 108ના પાયલોટ સુરેશ નીસરતા અને ઇએમટી સંજય નીસરતા તાબડતોડ ઘટના સ્થેળે પહોંચ્યા હતા. જોકે, મહિલાને વધુ દુખાવો થતા 108ના ઈએમટી સંજયભાઈએ ઓનલાઈન ફિજીસીયનના માર્ગદર્શન હેઠળ સ્થળ ઉપર મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ બંનેને નજીકની સરકારી હોસ્પિટલ માં ખસેડાયા હતા. મહિલા અને તેમના પરિવાર દ્વારા 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

બીજા કેસમાં જાણવા મળતી વિગત મૂજબ વાકોલ ગામમાં રહેતી એક મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતાં તેઓને દવાખાને લઈ જવા 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેથી લીમડી લોકેશનની 108નાં પાઇલટ અનિલ બારીયા અને ઈએમટી વિજય ભુરીયા સ્થળે પહોંચી ગયા હતા. 108નાં EMT વિજયભાઈએ ઓનલાઇન ફીજીશિયનનાં માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં મહિલાની નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. તેમજ બંનેને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...