દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી ઘરના આંગણે પાર્ક કરેલી મોટરસાઈકલની ઉઠાંતરી કરવામાં આવી છે. લીમખેડા અને ફતેપુરામાં બાઈક ચોરીની ઘટના બની છે. જેથી વાહન માલિકોએ જે તે પોલીસ મથકોએ ફરિયાદ નોંધાવી છે.
લીમખેડામાંથી બાઈક ચોરાઈ
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ લીમખેડામાં બન્યો હતો. જેમાં લીમખેડામાં ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં તુલસીભાઈ ઉર્ફે તરળસીંગભાઈ રાવાણીએ પોતાની મોટરસાઈકલ ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી રાત્રીના સમયે મોટરસાઈકલનું લોક તોડી ઉઠાંતરી કરી હતી. આ સંબંધે તુલસીભાઈ ઉર્ફે તળસીંગભાઈ સાવાણીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવાગામમાંથી પણ બાઈકની ઉઠાંતરી
બીજો બનાવ ફતેપુરા તાલુકાના નવાગામ ખાતે બન્યો હતો. જેમાં ગામમાં રહેતાં ગલાભાઈ માનાભાઈ રાઠોડે પોતાની મોટરસાઈકલ ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલની કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી હતી. આ સંબંધે ગલાભાઈ માનાભાઈ રાઠોડે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા પણ વાહનોની ચોરી થઈ હતી
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા દાહોદ શહેરમાંથી એક સાથે ત્રણ બાઈકની ચોરી થઈ હતી. તેવી જ રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સાગમટે ત્રણ ક્રુઝર પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. આમ જિલ્લામાં વાહન ચોર ટોળકીઓ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.