• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod District 71.5 Thousand Youth Were Given First Dose Of Vaccine, 7506 Health Care Workers And 3909 Frontline Workers Were Given Precision Dose.

રસીકરણ અભિયાન:દાહોદ જિલ્લામાં 71.5 હજાર તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ, 7506 હેલ્થ કેર વર્કર તેમજ 3909 ફ્રન્ટલાઇન વર્કરને પ્રિકોશન ડોઝ અપાયો

દાહોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 60 કે તેથી વધુ ઉંમરના 9737 વડીલોએ પ્રિકોશન ડોઝ લીધો
  • જિલ્લામાં તરૂણોમાં પ્રથમ ડોઝ અને વડીલોમાં પ્રિકોશન ડોઝ લેવા માટે હકારાત્મક વલણ

કોરોના સંક્રમણને રોકવા વેક્સિન એ સૌથી અસરકારક ઉપાય રહ્યો છે. દાહોદ જિલ્લામાં 15 થી 18 વર્ષ સુધીના તરૂણોને કોરોના રસીકરણનું અભિયાન સઘન રીતે ચાલી રહ્યું છે. તેમજ કોરોનાની લડાઇમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર તથા 60 કે તેથી વધુ વયના વડીલોને જેમણે પ્રથમ અને બીજો ડોઝ લઇ લીધો છે તેમને પ્રીકોશન ડોઝ પણ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 15 થી 18વર્ષના 71 હજાર 589 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે આ માટેનો લક્ષ્યાંક 1 લાખ 74 હજાર 930 છે. એટલે કે 40.92 ટકા તરૂણોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.

જિલ્લામાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર તથા 60 કે તેથી વધુ વયના વડીલોને જેમણે પ્રથમ અને બીજો ડોઝ લઇ લીધો છે તેમને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7506 હેલ્થ કેર વર્કર તેમજ 3909 ફ્રન્ટલાઇન વર્કરને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. લક્ષ્યાંકની ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો અનુક્રમે હેલ્થ કેર વર્કરોમાં 49.01 ટકાને તેમજ ફ્રન્ટલાઇન વર્કરોમાં 15.01 ટકા લોકોને પ્રિકોશન ડોઝ અપાયો છે.

જિલ્લામાં 60 કે તેથી વધુ ઉંમરના 9737 વડીલોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લાના 2 લાખ 22 હજાર 558 વૃદ્ધોને પ્રિકોશન ડોઝ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે એટલે કે અત્યાર સુધીમાં 4.38 ટકા વૃદ્ધોને ડોઝ અપાયો છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે સૌ કોઇ વેક્સિનથી સુરક્ષિત થાય એ ખૂબ જ જરૂરી છે અને રાજ્ય સરકારના કોરોના સામેના વેક્સિનેશન અભિયાનમાં સૌ નાગરિકો સહયોગ આપે એ પણ એટલું જ મહત્વનું છે. કોરોના સામે સૌથી વધુ સંવેદનશીલ એવા આરોગ્યકર્મીઓ તેમજ વડીલો પ્રિકોશન ડોઝ લઇને પોતાને કોરોના સામે વધુ સુરક્ષિત બનાવે તે પણ અત્યારનાં સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...