કામગીરી:દાહોદ જિલ્લામાં 1 વર્ષમાં 6863 મહિલાઓએ 181ની મદદ લીધી

દાહોદ/ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખૂબ જ ગંભીર પ્રકારના 750 જેટલા કેસમાં સ્થળે જઇ મદદ કરાઇ
  • 500 કેસોમા સમાધાન કરાવાયું: 153 કેસોમાં પોલીસ ફરિયાદ કરાવાઇ

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા છ વર્ષ થી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષાપૂરી પાડવામાં અગત્યની કામગીરી કરી રહી છે. જી.વી.કે .ઇ .એમ .આર.આઇ દ્વારા સિસ્ટમ અને પ્રોટોકોલ સાથે સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ મહિલાના શારીરિક, માનસિક, આર્થિક કે જાતીય પ્રશ્નોમાં તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે.

ટ્રેઇન મહિલા કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાના પ્રશ્નને અસરકારકતાથી કાઉન્સિલગ દ્વારા હલ કરવામાં આવે છે અને પારિવારિક બિન જરૂરી તકરારમા સમાધાન કરાવવામાં આવે છે. ઘણા સમય થી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે. કિશોરીઓ, યુવતીઓ, પરણિત મહિલાઓ કે સિનિયર સિટીઝન ને ચોવીસે કલાક વિનામૂલ્યે સેવા પહોચાડમા આવી રહી છે. આ ઉપરાંત બિનજરૂરી કોલ મેસેજ, આપઘાતના પ્રયાસ, કામના સ્થળે જાતિય સતામણી, લગ્નેત્તર અને બાહ્ય સબંધો, માનસિક અસ્વસ્થ વગેરે પ્રકારના મહિલાલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની દિશામાં કાર્યરત છે.

વર્ષ 2021 દરમિયાન દાહોદ જિલ્લા માંથી કુલ 3687 જેટલી મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ ,માર્ગદર્શન અને બચાવ માટે કોલ કર્યા હતં. જેમાંથી ખુબ જ ગંભીર પ્રકાર ના 750 જેટલા કેસમા સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડવામાં આવી હતી. વર્ષ દરમિયાન 500 જેટલા કેસોમા સમાધાન કરાવવામાં આવ્યુ છે. 153 જેટલા કેસોમાં જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયેલ છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકાર ના અન્ય વિભાગોમા અને પરિવાર ને હેન્ડઓવર કરવામાં આવેલ છે.

પંચમહાલમાં વર્ષ 2021માં 6562 મહિલાઓને મદદ કરી, વર્ષ દરમિયાન 819 જેટલા કેસોમાં સમાધાન કરાવ્યું

ગંભીર પ્રકારના 1273 જેટલા કેસમાં ટીમ સ્થળ પર પહોંચી
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન છેલ્લા 6 વર્ષથી મહિલાઓને જરૂરિયાતના સમયે મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં અગત્યની કામગીરી કરી રહેલ છે. કોઈપણ મહિલાના શારીરિક, માનસિક, આર્થિક, કે જાતીય પ્રશ્નોમાં તાત્કાલિક પ્રશ્ન હલ કરવાની દિશામાં મદદરૂપ બને છે. ટ્રેઇન મહિલા
કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાના પ્રશ્નને અસરકારકતાથી કાઉન્સિલગ દ્વારા હલ કરવામાં આવે છે.

પારિવારિક બિન જરૂરી તકરારમા સમાધાન કરાવવામાં આવે છે પરતું ઘણા સમય થી હિંસાનો ભોગ બનનાર મહિલાને પોલીસ સ્ટેશનમા ફરિયાદ અપાવવી, આશ્રય અપાવવામાં આવી રહેલ છે. કિશોરીઓ, યુવતીઓ, પરણીત મહિલાઓ કે સિનિયર સિટીઝનને 24x7 વિનામૂલ્યે સેવા પહોચાડમા આવી રહેલ છે. 2021 દરમિયાન પંચમહાલમાંથી કુલ 6552 જેટલા મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદ ,માર્ગદર્શન અને બચાવ માટે કોલ કરેલ હતા. જેમાંથી ખુબ જ ગંભીર પ્રકારના 1273 જેટલા કેસમાં સ્થળ પર પહોંચી અભયમ રેસ્ક્યુ ટીમ દ્વારા મદદ પહોચાડેલ છે.

વર્ષ દરમિયાન 819 કેસોમા સમાધાન કરાવવામાં આવેલ છે. 292 જેટલા કેસોમા જરૂર જણાતા પોલીસ ફરિયાદ અપાવવામાં મદદરૂપ થયેલ છે. આ ઉપરાંત જરૂરિયાત મુજબ સરકાર ના અન્ય વિભાગોમાં અને પરિવારને હેન્ડઓવર કરવામાં આવેલ છે. આમ તાત્કાલિક સમય મર્યાદામાં પીડિત મહિલાઓને મદદ પહોંચાડવાથી અભયમ ગુજરાત ની મહિલાઓ ની સાચી સખી સાહેલી તરીકે દિન પ્રતિદિન વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કરી રહેલ છે .

અન્ય સમાચારો પણ છે...