તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:દાહોદ જિલ્લાનાં 6 તાલુકામાં ગત વર્ષ કરતાં ઓછો, 3માં સરેરાશ વરસાદ નોંધાયો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10 જુલાઈ 2019માં 282 મિમી નોંધાયો હતો
  • 2020માં 164 મિમીની સામે આ વર્ષે માત્ર 53 મિમી નોંધાયો છે

ગત વર્ષે તા.10.7.20ની સરખામણીએ આ વર્ષે તા.10.7.21 સુધીમાં દાહોદ જિલ્લામાં 2.66 % ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષે તા.10 સુધીમાં જિલ્લાના નવ તાલુકાઓમાં સરેરાશ વરસેલા 9.80 % વરસાદની સામે આ વર્ષે સરેરાશ 7.14 % વરસાદ નોંધાયો છે. જિલ્લાના દાહોદ તાલુકામાં તા.10 જુલાઈ 19 ના રોજ 282 મીમી અને ગત વર્ષે તા.10.7.20 સુધીમાં વરસી ચુકેલા 164 મીમી વરસાદની સામે આ વર્ષે દાહોદ તાલુકામાં માત્ર 53 મીમી વરસાદ જ નોંધાયો છે.

આ વર્ષે ફતેપુરા, સીંગવડ, લીમખેડા અને તાલુકાઓમાં ગત વર્ષની સરખામણીએ આ દિવસ પર્યંત બરાબરીનો અથવા વધુ વરસાદ વરસી ચુક્યો છે તો દાહોદ સહિત દેવગઢ બારીયા, ગરબાડા, ધાનપુર, સંજેલી અને ઝાલોદ તાલુકાઓમાં ગત વર્ષની સરખામણીએ ઓછો વરસાદ છે. દાહોદ તાલુકા સહિત સમગ્ર જિલ્લાના અનેક તાલુકાઓમાં આરંભિક વરસાદ બાદ વાવેતર થઇ ચુક્યું છે ત્યારે વરસાદ લંબાતા ખેતરોમાં કાતરા સહિતની જીવાતો ઉત્પન્ન થઇ ચુકતા વાવેતર નિષ્ફળ નીવડવાની ભીતિ છે. હજુય વરસાદનું સમયસર આગમન થાય તો વાવેતર બચી શકે તેમ છે તેમ જાણવા મળ્યું છે.

30 વર્ષનો સરેરાશ વરસાદ મીમી
દાહોદ751
ગરબાડા647
ઝાલોદ705
ફતેપુરા746
સંજેલી738
લીમખેડા775
ધાનપુર705
સીંગવડ755
બારીયા744
સરેરાશ730
10 જુલાઈ સુધીનો વરસાદ (મિમી)
તાલુકો201920202021
દાહોદ28216453
ગરબાડા1603532
ઝાલોદ1765235
ફતેપુરા14995107
સંજેલી1669068
તાલુકો201920202021
લીમખેડા2682938
ધાનપુર1207223
સીંગવડ2752943
બારીયા1509674
સરેરાશ1947453

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...