તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઉઝ ધ જોશ:દાહોદ જિલ્લામાં ચૂંટણીને કારણે 17 પોલીસ મથકમાં  4500 અટકાયતી પગલા લીધા

દાહોદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 4300 પરવાનેદારોએ હથિયાર જમા કરાવી દીધા 433 સામે બીનજામીનપાત્ર વોરંટ બજાવી કોર્ટમાં રજૂ કર્યા ,સરહદે પણ બાજ નજર

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુટણીને લઇને પોલી સક્રિય છે.સરહદો પર પોલીસ બાજ નજર રાખી રહી છે ત્યારે ચૂંટણીમાં ગુનાખોરી ડામવા પરવાનેદારોના હથિયરો જમા કરાવવાની કામગીરી ચાલી રહી છે.ઉપરાંત 17 પોલીસ મથકોમાં મળીને 4500 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમજ ગુનાઇત કુંડળી ધરાવનારાઓ ને સાંણસામાં લેવામાં આવી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે થાય તેના માટે વહીવટી અને પોલીસ તંત્ર સંપૂર્ણ સજાગતાથી કામગીરી કરી રહ્યુ છે.જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદો પર આવેલો હોવાથી હાલમાં બંન્ને સરહદો પર પોલીસ બાજ નજર રાખી રહી છે તેમજ કોઇ પણ પ્રકારની ગુનાઇત ઘુસણખોરી ન થાય તેમજ દારુ કે નશીલા પદાર્થો તેમજ હથિયારો ઘુસાડવામાં ન આવે તેના માટે સક્રિયતા રાખવામાં આવી રહી છે.

આ પહેલા જ ગુજરાત અને રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુર તેમજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.હાલમાં બંન્ને સરહદો પર 24 કલાક ચેકપોસ્ટ શરુ કરી દેવામાં આવી હોવાનુ એસપી હિતેષ જોયસરે જણાવ્યુ છે.બીજી તરફ જિલ્લામાં જેટલા લોકો પરવાના સાથે હથિયાર ધરાવે છે તેમને હથિયાર જમા કરાવવાના આદેશ આપી દેવાયા હોવાથી હાલ સુધીમાં 4300 જેટલા હથિયારો જુદા જુદા પોલીસ મથકોમાં જમા કરાવી દેવામાં આવ્યા છે.

જિલ્લામાં 433 જેટલા બીનજામીનપાત્ર વોરન્ટની બજવણી કરી સંબંધીત આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.તેવી જ રીતે જિલ્લાના 17 પોલીસ મથકોમાં 4500 જેટલા અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.ભુતકાળની ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં ચૂંટણી લક્ષી ગુના નોંધાયા હતા તે વિસ્તારોમાં પોલીસ દ્રારા આગોતરું આયોજન કરવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.ચૂંટણીકાર્યક્રમ શરુ થતાં જ જુદા જુદા વિસ્તારોમાં ફુટ માર્ચ, કે ફલેગ માર્ચ કરવામાં આવશે.આમ જિલ્લા પોલીસ તેમજ આવનાર સમયમાં રાજ્ય સરકાર દ્રારા જે વધારાની ફોર્સ ફળવાશે તેના દ્રારા જિલ્લામાં ચૂંટણી દરમિયાન સંપૂર્ણ શાંતિ જાળવવા સમગ્ર પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ છે.

જાણે બુટલેગરોની દિવાળી આવી જ્યારથી ચૂંટણી જાહેર થઇ છે ત્યારથી પોલીસે બુટલેગરોસામે કમર કસી હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે થોડા દિવસોમાં જ પોલીસે જુદા જુદા વિસ્તારો તેમજ વાહનોમાંથી 40 લાખ રૂપિયાનો વિદેશી દારુ ઝડપી પાડ્યો છે ત્યારે ચૂંટણી એટલે બુટલેગરોની દિવાળી આવી હોય તેમ લાગી રહ્યુ છે પરંતુ પોલીસે ઘણાં બુટલેગરોની રોકડી કરી લેવાના અભખાના સૂરસૂરિયા કર્યા હોય તેમ જણાઇ રહ્યુ છે ત્યારે પોલીસે આ મામલે બારે માસ ચૂંટણી સમજીને સતર્કતા રાખે તો જિલ્લામાં દારુબંધીનો ચુસ્ત અમલ કરી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો