તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, બે દિવસમાં નવા 35 કેસ નોંધાયા

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 3132 થયો

દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં એટલે કે, હોળી અને ધુળેટીના દિવસોમાં 35 જેટલા કોરોનાઑ સંક્રમણના કેસો સામે આવ્યાં છે. આજે 17 કેસો નોંધાયા છે જ્યારે ગઈકાલે 18 કેસો સામે આવ્યાં હતાં. આમ, દાહોદ જિલ્લામાં કોરોનાએ કુલ આંકડો 3132ને પાર વટાવી ચૂક્યો છે.

આજે આર.ટી.પી.સી.આર.ના 166પૈકી 8 અને રેપીડના 1308 પૈકી 09 મળી 17 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ 17 પૈકી દાહોદ અર્બનમાંથી 4, ઝાલોદ ગ્રામ્યમાંથી 1, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 1, લીમખેડામાંથી 3, સીંગવડમાંથી 1, ગરબાડામાંથી 1 અને ફતેપુરામાંથી 6 કેસો સામે આવ્યાં છે જ્યારે ગઈકાલે 18 કોરોના કેસો સામે આવ્યાં હતાં જેમાંથી દાહોદ અર્બનમાંથી 5, દાહોદ ગ્રામ્યમાંથી 1, ઝાલોદ અર્બનમાંથી 1, દેવગઢ બારીઆ અર્બનમાંથી 3, ગરબાડામાંથી 1, ફતેપુરામાંથી 4 અને સંજેલીમાંથી 3 નોંધાયાં હતાં. છેલ્લા બે દિવસની અંદર 12 જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

વધતાં કેસોની સાથે સાથે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક્ટીવ કેસો સંખ્યા વધીને 169 ઉપર પહોંચી ગઈ છે. દાહોદ જિલ્લામાં શહેરી વિસ્તાર સાથે સાથે મંથર ગતિએ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે આ બાબતે આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં પણ થનવંતરી રથ, સેનેટરાઈઝરની કામગીરીનો પણ આરંભ કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો