ક્રાઇમ:દાહોદ જિલ્લામાં લગ્નના ઇરાદે 3 કિશોરીના અપહરણ કરાયાં

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગવડ, દાહોદ અને દેવગઢ બારિયા તાલુકામાં બનેલી ઘટનાઓ

દાહોદ જિલ્લામાં સિંગવડ, દાહોદ અને દેવગઢ બારિયા તાલુકામાંથી લગ્નના ઇરાદે 3 કિશોરીના અપહરણની ઘટનાઓ સામે આવી હતી. સિંગવડ તાલુકાના સુડીયા ગામના ખોબરી ફળિયાનો રહેવાસી ઝાલોદ તાલુકાના એક ગામની 17 વર્ષિય કિશોરીનું 27 ડિસેમ્બરના રોજ લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરીને લઇ ગયો હતો. શોધખોળ બાદ પણ કિશોરીનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. તેના કારણે અંતે કિશોરીના પિતાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તેવી જ રીતે દાહોદ તાલુકાના રાણાપુર બુઝર્ગ ગામનો રહેવાસી ઉમેશ વજેસિંગ હઠીલા પણ પોતાની જ જ્ઞાતિની એક 16 વર્ષિય કિશોરીનું 31 ડિસેમ્બરની પરોઢના છ વાગ્યાના અરસામાં અપહરણ કરી ગયો હતો. આ બાબતે કિશોરીના પરિવારે ઉમેશના પરિવારનો સંપર્ક સાધ્યો હતો પરંતુ કોઇ જ પરિણામ નહીં આવતાં અંતે કિશોરીના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

દેવગઢ બારિયા તાલુકાના જંબુસર ગામનો હાર્દિક ભારત હરિજન એક 17 વર્ષિય કિશોરીને લગ્નના ઇરાદે ભગાવી ગયો હતો. આ ઘટનાને 20 દિવસ થયા છતાં કોઇ જ પ્રકારનું નિરાકરણ આવ્યુ ન હતું. જેથી અંતે કિશોરીની વૃદ્ધ માતાએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્રણે ઘટના અંગે પોલીસે ગુના દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...