ધરપકડ:દાહોદ જિ.માં 3 સ્થળેથી 93 હજારના દારૂ સાથે 1 મહિલા સહિત 3 ઝડપાયા

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ બસ સ્ટેશનથી રિક્ષામાં દારૂની ખેપ મારતાં મહિલા સહિત 2 ઝબ્બે

દાહોદ જિલ્લામાંથી ત્રણ સ્થળેથી 93,098ના દારૂ સાથે મહિલા સહિત 3 ઝડપાયા હતા. દાહોદ શહેર પોલીસ મથકનો સ્ટાફ શહેરમાં બાઇક ચોરીના બનાવો બનતા હોઇ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન અ.પો.કો. નિતેષભાઇ કનુભાઇને મળેલી બાતમી મળી હતી કે રીક્ષામાં ખરોદા ગામની સીમાબેન નિનામા રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઇને બસ સ્ટેશન તરફ આવનાર છે. જેના આધારે પોલીસ વોચમાં ઉભી હતી.

બાતમીવાળી રીક્ષા આવતાં તપાસ કરતાં 35310ની ઇંગ્લિશ દારૂની 330 બોટલો મળી આવી હતી. 85,310ના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલક ચિલાકોટાના દિલીપ ભાભોર, ખરોદાની સીમા નિનામા તથા દારૂ ભરાવી આપનાર ખરોદાનો સુબા નિનામા વિરૂદ્ધ શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કતવારા પોલીસના પોસઇ જે.બી.ધનેશા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દારૂની મળેલી બાતમી આધારે લીમડાબરાના શાંતીલાલ પંચાલના ઘરે રેડ કરી હતી.

રેડ દરમિયાન શાંતિલાલ મનસુખ પંચાલ હાજર મળી આવતાં ઘરમાં તપાસ કરતાં 28,380 રૂપિયાના ઇંગ્લિશ દારૂના કાચની તથા પ્લાસ્ટીકના 204 નંગ ક્વાટરીયા આવ્યા હતા. જથ્થા સાથે બૂટલેગર શાંતિલાલ પંચાલની ધરપકડ કરી કતવારા પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જ્યારે લીમડી પોસઇ એમ.એલ.ડામોર તથા સ્ટાફ દારૂની મળેલી બાતમી અંગે મીરાખેડી વોચમાં ઉભા હતા. ત્યારે બાતમી મુજબની એક્ટિવા આવતાં તેનો ચાલક પોલીસને જોઇ ભાગવા જતાં પડી જતાં દારૂ સાથે એક્ટિવા મૂકીને નાસી ગયો હતો. તપાસ કરતાં 29,408ની ઇંગ્લિશ દારૂની 203 બોટલો મળી આવી હતી. જથ્થો તથા એક્ટિવા મળી 59,408ની મતા જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...