તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડનીય કાર્યવાહી:દાહોદ જિલ્લામાં 5 દિવસ માં માસ્ક વિના ફરતાં 283 લોકો ઝડપાયા

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. 23થી 27 દરમિયાન દંડનીય કાર્યવાહીથી 3.10 લાખ દંડ વસૂલાયો

દાહોદ શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાનો વ્યાપ વધુ પ્રમાણમાં ફેલાતા તંત્ર દોડતું થયું છે. અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર લોકોની સામે દંડનીય કાર્યવાહીનો આરંભ કર્યો છે. દાહોદ વહીવટીતંત્ર દ્વારા દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં જ ઘનિષ્ઠ ચેકીંગ કરી માસ્ક વગર ફરતાં 283 લોકોને ઝડપીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તા.23 થી 27 નવેમ્બરના દિવસો દરમ્યાન જિલ્લામાં કુલ 283 વ્યક્તિઓને ઝડપી તેમની પાસેથી કુલ રૂ. 3,10,700 દંડ વસુલવામાં આવ્યો છે. તો સાથે સાથે કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરવા બદલ જિલ્લામાં કુલ મળીને લગભગ 10 દુકાનો સીલ કરવામાં આવી છે.

ક્યાં - કેટલો દંડ લેવાયો
તાલુકો દંડ (રૂ.)
દાહોદ 1,15,000
ગરબાડા 36,000
લીમખેડા 15,000
ધાનપુર 13,000
સીંગવડ 6000
દે.બારિયા 40,000
ઝાલોદ 41,700
ફતેપુરા 27,000
સંજેલી 27,000

અન્ય સમાચારો પણ છે...