વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ગુરુવારે જાહેર થયુ હતું ત્યારે જિલ્લાની છ વિધાન સભા બેઠક ઉપર મતદારોએ પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપ્યા હતાં પરંતુ ચૂંટણીમાં એક વર્ગ એવો પણ હતો જે કોઈપણ ઉમેદવારને મત આપી નોટો પસંદ કર્યુ હોવાનું જોવા મળ્યુ હતું. સૌથી વધુ દેવગઢ બારિયા બેઠક પર 4821 મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો છે. જ્યારે ફતેપુરા અને ઝાલોદ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપ સિવાય ઉભા રહેલા અન્ય ઉમેદવારોના મત કરતાં વધુ મત નોટામાં જોવા મળ્યા હતાં.
મતદારોમાં વધતી નોટાની પસંદગી તમામ રાજકિય પક્ષો પ્રત્યેનો આક્રોશ દર્શાવી રહ્યો છે. દાહોદ જિલ્લામાં પસંદગીના ઉમેદવારને વીજયી બનાવવા માટે લોકોએ મતદાન કર્યુ હતું જ્યારે મતદારોનો એક વર્ગ એવો પણ હતો જે પક્ષ અને ઉમદેવારોને યોગ્ય ન માની ત્રીજા વિકલ્પ નોટોને પસંદ કર્યો હતો.
દાહોદ જિલ્લાની છ બેઠકોમાંથી દેવગઢ બારિયા બેઠક ઉપર સૌથી વધુ 4821 નોટાના મત પડ્યા હતાં. ત્યાર બાદ ઝાલોદ બેઠકમાં 4646, ફતેપુરામાં 4327, ગરબાડામાં 4152 દાહોદમાં 3046 અને લીમખેડામાં 2357 લોકોએ નોટાના વિકલ્પને પસંદ કર્યો હતો. આમ જિલ્લામાં કુલ 23349 લોકોએ નોટામાં પોતાનો મત નાખીને વિરોધ પ્રદર્શિત કરતાં હવે મતદારોને રિઝવવા પક્ષો કેવા પ્રયાસો કરે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.