તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં 23 ગામ સૌથી વધુ સપડાયા

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાહોદ, ઝાલોદ, બારિયાના વિસ્તારોનો સમાવેશ : આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પોનું આયોજન

દાહોદ જિલ્લામાં પ્રથમ બાદ બીજી લહેરમાં પણ કયા વિસ્તાર કે ગામમાં કોરોનાના વધુ કેસ આવ્યા હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કર્યો હતો. તેમાં દાહોદ, ઝાલોદ, બારિયાના વિસ્તારો સાથે 23 ગામો મળ્યા હતાં. જિલ્લાના હોટસ્પોટ ગણાતા ગામો અને વિસ્તારોમાં વ્યાપક રસીકરણ કરવા માટેનું આયોજન હાથ ધર્યું છે. કાર્યકારી કલેક્ટરે જણાવ્યું હતું કે, મહત્તમ એવા કેસો ધ્યાને આવ્યા છે કે કોઇ વ્યક્તિ ખરીદી કરવા માટે ગયો હોય અને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય.

આવા સંજોગોમાં સર્વ પ્રથમ વેપારીઓ તથા દૂકાનદારોને કોરોનાથી સુરક્ષિત કરવાની જરૂર છે. વેપારીઓ પોતે અને તેમને ત્યાં કામ કરતા કામદારો તુરંત રસી લઇ લે તેવી મારી તમામને અપીલ છે. હાલમાં દાહોદમાં 22 રસીકરણ કેન્દ્રો પર તમામનું રસીકરણ કરાઇ રહ્યું છે. હોટસ્પોટ તરીકે મળેલા વિસ્તાર અને ગામના લોકો ઝડપથી કોવિડ રસીકરણ કરાવી લે એ જરૂરી છે. આ માટે વિશેષ કેમ્પ યોજવાનું પણ આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરી રહ્યું છે.

જિલ્લામાં સૌથી વધુ કોરોનાનો કહેર ક્યાં રહ્યો
દાહોદના ગોદી રોડ, ગોવિંદનગર, લક્ષ્મીનગર, દેસાઇવાડ, કસ્બા, બારિયાના સ્ટેશન શેરી, રાણા શેરી અને દાહોદ રોડ, ઝાલોદના મીઠા ચોક અને મુવાડા, લીમડીમાં ડબગર વાસ, કારઠ રોડ, કરંબા રોડ, લીમખેડામાં ચિત્રકુટ સો., પ્રજાપતિવાસ, કતવારા, પીપલોદ, ધાનપુર, બોરડી, ફતેપુરા, સુખસર, અભલોડ, ગરબાડા, ગાંગરડી, બીલવાણી, મીરાખેડી, પેથાપુર, લીલવા ઠાકોર, રૂપાખેડા, કદવાલ, બાંડીબાર, સંજેલી, રણધીકપુરમાં કોરોના કહેર રહ્યો.

બુધવારે પણ કોરોનાનો એક પણ કેસ નહીં
દાહોદ જિલ્લામાં આ સાથે એક્ટિવ કેસોની સંખ્યા 34 થવા પામી છે. જૂન માસના આરંભથી જ દાહોદ જિલ્લામાં કોરોનાગ્રસ્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તો મંગળવાર અને બુધવાર કોરોનાના એકેય કેસ નહીં નોંધાતા પ્રજાજનો સાથે તંત્રએ હાશકારો લીધો છે.

અન્ય સમાચારો પણ છે...