તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, રવિવારે નવા 21 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 157 થઈ

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • જિલ્લામાં 12 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

આજે હોળીનો તહેવાર અને બીજી બાજુ કોરોના સંક્રમણના કેસોમાં પણ આજે વધારો જોવા મળ્યો હતો. આજે એકસાથે 21 કોરોના દર્દીઓની સંખ્યામાં વધુ વધારો નોંધાતાં તહેવાર ટાળે લોકોમાં અંદરો અંદર કોરોના સંક્રમણને લઈ ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

આજે પોઝીટીવ આવેલ 21 કોરોના કેસોમાં 11 કેસો તો દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે. આ જોતા લાગી રહ્યું છે કે, ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારો અને તેમાંય ખાસ કરીને દાહોદ શહેર વિસ્તારમાં દિન પ્રતિદિન કોરોના વકરી રહ્યો છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. આ બાબત દાહોદ શહેરવાસીઓ માટે ચિંતાનો વિષય તો છે જ પરંતુ ફરજીયાત માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ અને સેનેટરાઈઝરનો રાબેતા મુજબ ઉપયોગ કરવામાં આવશે તો આવનાર દિવસમાં દાહોદવાસીઓ પણ કોરોના સંક્રમણથી બચી શકશે.

બીજી તરફ આજના 21 કેસોમાં દાહોદ ગ્રામ્યમાંથી 1, ઝાલોદ અર્બનમાંથી 2, ઝાલોદ ગ્રામ્યમાંથી 4, લીમખેડામાંથી 1, ફતેપુરામાંથી 1 અને સંજેલીમાંથી 1 કેસની સમાવેશ થાય છે. કોરોના સંક્રમણના કેસોમાં વધારાની સાથે સાથે સાજા થતાં દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકો સાજા થઈ હોસ્પિટલમાંથી રજા લેતાં પણ જોવા મળ્યાં હતાં ત્યારે આજે 12 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

પરંતુ ચિંતાનો વિષય એ પણ છે કે, એક્ટીવ કેસોની સંખ્યામાં પણ રોજેરોજ વધારો થઈ રહ્યો છે. આજના 21 કેસોના સમાવેશ સાથે એક્ટીવ કેસોની સંખ્યા વધીને 157ને પાર થઈ ચુંકી છે. આજે હોળી અને આવતીકાલે ધુળેટીનો તહેવાર હોઈ દાહોદ જિલ્લાવાસીઓ આ બંન્ને તહેવારો કોરોના ગાઈડ લાઈનના અનુસાર ઉજવણી કરે તેવી તંત્ર દ્વારા પણ અગાઉ અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો