તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવના આજે વધુ 20 કેસ નોંધાયા

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કોરોનાના કેસોમાં વધારો થયો
 • દાહોદ શહેરના જ 6 નવા કોરોના પોઝિટિવ દર્દી

દાહોદ જિલ્લામાં આજે વધુ 20 કોરોના પોઝિટિવ દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો કુલ આંકડો 2826ને પાર થઈ ચુક્યો છે. વધતાં કોરોના કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની પણ સંખ્યા વધવા માંડી છે. ત્યારે જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 148 ને પાર પહોંચી છે.

આજે 18 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી

આર.ટી.પી.સી.આર.ના 149 પૈકી 18 અને રેપીટ ટેસ્ટના 1208 પૈકી 02 મળી આજે કુલ 20 કોરોના દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. આ 20 પૈકી દાહોદ અર્બનમાંથી જ 06 કેસો સામે આવ્યાં છે. દિનપ્રતિદિન દાહોદ અર્બન વિસ્તારમાંથી સંક્રમણના કેસોમાં પણ કુદકેને ભુસકે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ હોળી, ધુળેટી જેવા તહેવારોને લઈ ખાસ કરીને દાહોદ શહેરમાં આસપાસની ગ્રામ્ય લોકોનો ખરીદી તેમજ અવર જવર પણ ભારે જોવા મળી રહી છે.

જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 148 ને પાર પહોંચી

દાહોદ ગ્રામ્યમાંથી 2, ઝાલોદ ગ્રામ્યમાંથી 1, દેવગઢ બારીઆ અર્બનમાંથી 1, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 1, ધાનપુરમાંથી 3, ફતેપુરામાંથી 2 અને સંજેલીમાંથી 3 કેસોનો સમાવેશ થાય છે. આજે 18 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમે ધીમે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે.ત્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન થાય અને તંત્ર દ્વારા કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણીઓ પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો