કોરોના મહામારી:દાહોદ જિલ્લામાં બુધવારે 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા , રેગ્યુલરમાં 9 અને રેપિડમાં 10 કેસ મળી આવ્યા

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના 13, ઝાલોદના 3, ફતેપુરા, બારીયા તથા ગરબાડાના 1 -1 દર્દી

દાહોદમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. રેગ્યુલર ટેસ્ટના 179 સેમ્પલો પૈકી 9 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા તો રેપીડ ટેસ્ટના 1694 સેમ્પલો પૈકી પણ 10 કેસ મળીને કુલ 19 નવા કેસ નોંધાયા હતા.જેમાં રેગ્યુલર ટેસ્ટમાં કનુભાઈ સલાટ, કોકિલાબેન શાહ, કુંજન શાહ, દિશાબેન શાહ, તૃપ્તિબેન શાહ, ગાયત્રીબેન સીસોદીયા, પંકજભાઈ દેવનાની, મહેશભાઈ પટેલ અને મગનભાઈ બારીયા નામે 9 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા તો રેપીડ ટેસ્ટના 1694 સેમ્પલો પૈકી રામસીંગભાઇ પટેલ, ઉષાબેન લખારા, કમળાબેન શ્રીગોડ, પ્રકાશચંદ્ર સિદ્ધપુરીયા, જીતેન્દ્ર નિમચીયા, રાધાબેન નિમચીયા, નારણભાઇ ભાભોર, મયુરભાઈ બેરાવત, ભુમિકાબેન બેરાવત, રાજેન્દ્રભાઇ બેરાવત નામે 10 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા.

તા.26-8-’20 ને બુધવારે જાહેર થયેલ 19 પોઝિટિવ વ્યક્તિઓ પૈકી દાહોદ તાલુકાના 13 વ્યક્તિઓ, ઝાલોદ તાલુકાના 3 અને ફતેપુરા, દેવગઢ બારીયા તથા ગરબાડા તાલુકાના 1 -1 દર્દી નોંધાયા હતા. તો જિલ્લામાં વધુ એક વ્યક્તિના મૃત્યુ સાથે કુલ 59 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. તો મંગળવાર સુધીમાં દાહોદ જિલ્લાના 1084 વ્યક્તિઓ પૈકી બુધવારે વધુ 20 લોકોને ડિસ્ચાર્જ કરવા સાથે આજપર્યંત કુલ 825 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.કોરોનાગ્રસ્ત એક્ટિવ કેસોની સંખ્યા 200 નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...