કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે વધુ કોરોનાના 15 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 41ને પાર

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાયડસમાં સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને ડોક્ટર્સની તાલીમ શરૂ

દાહોદ જિલ્લામા આજે શહેરના 11 સહિત કુલ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતાં ખળભળાટ સાથે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દાહોદ શહેર વિસ્તારમાંથી મહત્તમ કેસ સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. દાહોદ શહેરવાસીઓની લાપરવાહી કહો કે, સરકારની ગાઈડ લાઈનનું પાલન ન થતું હોવાને કારણે દાહોદમાં હવે કોરોના પ્રસરી રહ્યો છે. એક્ટિવ કેસનો કુલ આંકડો 41ને પાર થઈ ચુક્યો છે.

આજે દાહોદ જિલ્લામાં આરટીપીસીઆરના 1326 પૈકી 12 અને રેપીડ ટેસ્ટના 341 પૈકી 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. આ 15 કેસ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી 11 સામે આવ્યાં છે, જ્યારે 4 કેસ પૈકી 2 દાહોદ ગ્રામ્ય અને 2 ગરબાડામાંથી નોંધાયાં છે.

દાહોદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આજના 11 પોઝિટિવ કેસો સાથે એક્ટિવ કેસની કુલ સંખ્યા 26 પર પહોંચી જવા પામી છે.

દાહોદ શહેરમાંથી એકસાથે 11 કોરોના પોઝિટિવ કેસો સામે આવતાં દાહોદ શહેરવાસીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. દાહોદ શહેરમાં આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડી છે. જાહેરમાં સરકારની ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ થતુ જોવા મળી રહ્યુ છે. લોકો બેફીકર રીતે માસ્ક વગર પણ ફરતાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સનો પણ બજારોમાં અભાવ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. ત્યારે દાહોદ શહેરવાસીઓની કોરોના સંક્રમણ પ્રત્યેની બેદકકારી અને સરકારના નિયમોનું પાલન ન કરતાં હોવાને કારણે દાહોદમાં કોરોના છેલ્લા કેટલાંક દિવસોથી વકરી રહ્યો છે. આજના 11 કોરોના પોઝીટીવ કેસોને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યાં 41 અને અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 339 નોંધાયો છે.

દાહોદમાં આજે ઝાયડસ હોસ્પિટલ ખાતે વધતાં કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખી કોવિડ - 19 આઈસીયુ કેર ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ ઝાયડસના સી.ઈ.ઓ. ડો.સંજયકુમાર, મેડીકલ સુપ્રિન્ટેન્ડટ ર્ડા. ભરત હઠીલા, ડો મોહીત દેસાઈ, કોવિડ નોડલ ઓફિસર ર્ડા. કમલેશ નિનામા અને જનરલ મેનેજર પ્રકાશ પટેલ સહિત હોસ્પિટલના સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...