તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:દાહોદ જિલ્લામાં 1.42 લાખ લાભાર્થીઓને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો બાકી

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રથમ રાઉન્ડમા લગભગ તમામ લાભાર્થીઓને રસી મુકી દેવાતા 96% જેટલો લક્ષ્યાંક પૂર્ણ થયો હતો - Divya Bhaskar
પ્રથમ રાઉન્ડમા લગભગ તમામ લાભાર્થીઓને રસી મુકી દેવાતા 96% જેટલો લક્ષ્યાંક પૂર્ણ થયો હતો
 • આરોગ્ય અને ફ્રન્ટ લાઈન વર્કસનો લક્ષ્યાંક 100% પૂર્ણ
 • બીજા રાઉન્ડમાં 31 માર્ચ સુધીમા માત્ર 17.24 % જ કામગીરી થતા આશ્ચર્ય

દાહોદ જિલ્લામા કોરોનાના વેક્સિનેશનની કામગીરી પૂરજોશમા ચાલી રહી છે. કોરોનાની રસી બે વખત મુકાવવાની હોય છે. જેથી પ્રથમ રાઉન્ડમા લગભગ તમામ લાભાર્થીઓને રસી મુકી દેવાતા 96% જેટલો લક્ષ્યાંક પૂર્ણ થયો હતો, પરંતુ સમય મર્યાદા વધારતા અથવા કોઈ અન્ય કારણોસર બીજા રાઉન્ડમા શિથિલતા આવી જતા માત્ર 17% લાભાર્થીઓને જ રસી મુકવામાં આવી છે.

દાહોદ જિલ્લામા કોરોના ફરીથી વકરી રહ્યો છે. રોજે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોનાના વેક્સિનેશનની કામગીરી પણ વેગવંતી બનાવવા આયોજન થઈ રહ્યુ છે. રસીનો પ્રથમ ડોઝ લેવામા લાભાર્થીઓ અને આરોગ્ય વિભાગ સજાગ જણાય છે. કારણ કે પહેલા ડોઝ ટાણે 12 હજાર 898 માંથી 12 હજાર 683એ તેમજ 16 હજાર 911 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયરસ માંથી 15 હજાર 654એ રસી મુકાવી લીધી હતી. 60 વર્ષથી ઉપરના એક લાખ 45 હજારપૈકી એક લાખ 38 હજાર 914 તેમજ 45 વર્ષથી વધુના વિવિધ બીમારીઓ વાળા ચાર હજાર નોંધાયેલા લાભાર્થી હોવા છતા તેના કરતા વધુ પાંચ હજાર 199 લાભાર્થી રસીનો પહેલો ડોઝ લઈ લીધો હતો.જેથી 96.44% લક્ષ્યાંક સિધ્ધ થઈ ગયો હતો.

બીજા રાઉન્ડમા 31 માર્ચ સુધીમાં તમામ આરોગ્ય કર્મી અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિસરસે રસી મુકાવી દેતા લક્ષ્યાંક 100 % પૂર્ણ થઈ ગયો હતો. બીજી તરફ 60 વર્ષથી ઉપરના એક લાખ 38 હજાર 728 માથી માત્ર 1220 લાભાર્થીએ જ બીજો ડોઝ લેતા માત્ર 0.88% જ લક્ષ્યાંક પૂર્ણ થઈ શક્યો છે. જ્યારે 45થી 59 વર્ષના બીજી બીમારીઓથી પીડાતા અને પ્રથમ ડોઝ લેનાર 5184 માથી ફક્ત 220 લોકોએ જ બીજો લેતા 4.24% જ કામગીરી પૂર્ણ થઈ શકી છે. આમ બીજા રાઉન્ડમા કુલ એક લાખ 72 હજાર 249માથી ફક્ત 29 હજાર 777 લાભાર્થીએ જ બીજો ડોઝ લેતા 17.24 % જ ટાર્ગેટ પૂર્ણ કરી શકાયો છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.આર.પટેલ આ બાબતે જણાવે છે કે, હવે બે મહિના સુધીમા બીજો ડોઝ લઈ શકાય છે. હાલમા શરુઆત છે એટલે થોડુ ધીમુ છે પરંતુ બે મહિના સુધીમા થઈ જશે. આમ સીડીએચઓની વાત માની લઈએ તો પણ એક જ માસમા એક લાખ 42 હજાર 472 લાભાર્થીઓને બીજો ડોઝ આપી દેવો પડશે. એક તરફ હવે 45થી વધુ વયના તમામને રસીકરણ શરુ કરી દેવાયુ છે. આ પહેલાના ઘણા લોકોએ રસી મૂકાવી નથી અને આટલી મોટી સંખ્યામા બીજા ડોઝના લાભાર્થીઓ બાકી છે.ત્યારે કોરોનાને રોકવો કે રસીકરણ પૂર્ણ કરવુ તે અઘરુ થઈ પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો