• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, BJP Made Two Candidates In Favor Of Its Candidates, Congress Made The Sitting MLA From Risaman District President.

રિસામણાં-મનામણાં:દાહોદમાં ભાજપે બે બેઠકો પર ખેલ પાડી ઉમેદવારોને પોતાની તરફે કર્યા, કોંગ્રેસે રિસામણે બેઠલા ધારાસભ્યને જિલ્લા પ્રમુખ બનાવી દીધા

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યુ છે.ત્યારે દેવગઢ બારીયા અને લીમખેડા બેઠક પર ભાજપે ખેલ પાડી દેતાં બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે.તેવા સમયે કોંગ્રેસે દાહોદ બેઠક પરથી ટિકિટ ન મળતાં નારાજ થયેલા પૂર્વ ધારાસભ્યને જિલ્લા કેોંગ્રેસની કમાન સોંપીને ડેમેેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો છે.

2017માં ભાજપ અને કોંગ્રેસ પાસે ત્રણ-ત્રણ બેઠકો હતી
દાહોદ જિલ્લામાં મુખ્ય સ્પર્ધા ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે ત્યારે આમ આદમી પાર્ટીનું ત્રીજું પરિબળ પણ ઉમેરાતાં હવે કેટલીક બેઠકો પર ત્રિપાંખિયો જંગ જામશે તેેમ લાગી રહ્યુ છે.જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ પાસે ત્રણ ત્રણ બેઠકો હતી ત્યારે આ વખતે કયા પક્ષની બેઠકોે વધશે અને કોની ઘટશે તેના માટે દાવા અને પ્રતિદાવા શરુ થઇ ગયા છે.તેની વચ્ચે જ ભાજપે ઝંઝાવાતી પ્રચાર શરુ કરી દીધો છે ત્યારોેકોંગ્રેસ અને આપ દ્રારા પણ પ્રચારના શ્રીગણેશ કરી દેવાયા છે.મતદારોને રીઝવવાના પ્રયાસો શરુ થઇ ચુક્યા છે ત્યારે સ્થળાંતરિત મતદારોની સમસ્યા તમામ ઉમેેદવારોને નડી રહી છે.

એક પણ બેઠક પર 7 થી વધારે ઉમેદવાર નથી
દાહોદ જિલ્લામાં દાહોદ બેઠક પર 6,ઝાલોદમાં 6,ગરબાડામાં 7,ફતેપુરામાં 7,લીમખેડામાં 5 અને દેવગઢ બારીયામાં સાૈથી ઓછા 4 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાવાનો છે તે નિશ્ચિત થઇ ચુક્યુ છે.,જિલ્લામાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે પરંતુ આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહી હોવાથી તે કોનું ગણિત બગાડશે તેના પર તમામની નજર છે.કારણ કે જિલ્લાની તમામ બેઠકો પર આપના ઉમેદવારો હોવાથી તે કયા પક્ષના મત તોડે છે તેના પર હાર જીતની ગણતરી મંડાઇ રહી છે.

ભાજપે બે બેઠકો પર હરીફો ઘટાડવામાં સફળતા મેળવી
બીજી તરફ ભારતીય જનતા પક્ષે દેવગઢ બારીયા અને લીમખેડા બેઠક પર ખેલ પાડી દીધો છે.જેમાં દેવગઢ બારીયામાં તો હવે સીધુ યુધ્ધ ભાજપ અને આપ વચ્ચે લડાશે.કારણ કે આ બેઠક પર કોંગ્રેસ અને એનસીપીની સમજૂતી હોવાથી એનસીપીના ઉમેેદવાર તરીકે મૂળ ભાજપી ગોપસિંહ લવારને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેઓએ ગઇ કાલે નાટકીય રીતે પોતાનું ઉમેેદવારી પત્ર પરત લઇ લેતાં આ બેઠક પર હવે કયાંય કોંગ્રેસ એનસીપીનું અસ્તિત્વ આ ચુંટણીમાં દેખાતુ નથી.તેવી જ રીતે લીમખેડા બેઠક પરથી બીટીપીના ઉમેદવારે ફોર્મ પરત તો લઇ જ લીધુ અને તેની સાથે કેસરિયો ધારણ કરી લેતાં ભાજપાએ એક હરીફને પોતાના તરફે કરી લેવામાં સફળતા મેળવી લીધી છે.

કોંગ્રેસે પણ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો
દાહોદ બેઠક પર પણ ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે પરંતુ મુળ લડાઇ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે થશે તેમ લાગી રહ્યુ છે.આ વખતે કોંગ્રેસે ત્રણ ટર્મથી ચુંટાતા ધારાસભ્યને પડતા મુકીને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદ નિનામાને ઉમેદવારી કરાવી છે.ત્યારે રિસામણે બેઠેલા પૂર્વ ધારાસભ્ય વજુભાઇ પણદાને મનાવી લેવા કોંગ્રેસે તેમને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદનેો શિરપાવ આપી દેતાં લાગણીઓના તાર ફરી ઝણઝણ્યા હોવાનુ જણાઇ રહ્યુ છે પરંતુ સાચે જ કેટલી નારાજગી દુર થઇ છે તે કહેવુ કઠિન છે

અન્ય સમાચારો પણ છે...