મુશ્કેલી:દાહોદમાં શુક્રવારે પણ બેંકો બંધ 20 કરોડનું ક્લિયરિંગ અટવાયું

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 100 શાખાઓ બીજે દિવસે પણ બંધ રહી

દાહોદ જિલ્લામાં વિવિધ માગણીઓના પગલે ગુરૂવાર અને શુક્રવારે તમામ સરકારી બેન્કના કર્મચારીઓએ હડતાળ પાડી હતી. તેના કારણે 20 કરોડ રૂપિયાનું ક્લિયરીંગ અટવાઇ ગયું હતું. સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓના 9 યુનિયનની એકછત્રી સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા 15મી અને 16મી માર્ચના રોજ દેશવ્યાપી હડતાળનું આહ્વાવાન કરવામાં આવ્યું હતું.

જેને પગલે ગુરૂવાર બાદ શુક્રવારે પણ દાહોદ શહેરમાં તમામ સરકારી બેન્કોના કર્મચારી હડતાળમાં જોડાતા બેન્કો ઉપરના તાળા જેમના તેમ ઝુલતા જોવા મળ્યા હતાં. શહેરની 19 મળીને આખા જિલ્લામાં 100 જેટલી શાખાઓ બે દિવસ બંધ રહી હતી. સોમ અને મંગળવારે બેન્કો બંધ રહેતા 20 કરોડનું ક્લિયરીંગ અટવાઇ ગયું હોવાનો અંદાજ માંડવામાં આવ્યો છે. બે દિવસીય બેન્ક હડતાળના કારણે વેપારી વર્ગ, દુકાનદાર, વ્યવસાય, રોજગાર ધંધો કરતાં અને રોજીંદા નાણાંકીય વ્યવહારો કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...