• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, A Young Man Molested His Wife By Giving Her The Temptation To 'get Divorced From Your Husband, I Will Get Married'.

પરિણીતાને પીંખી નાખી:દાહોદમાં 'તુ તારા પતિ સાથે છુટાછેડા લઈ લે, હું લગ્ન કરીશ' તેવી લાલચ આપી પરિણીતા પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તું મને છોડી દઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ યુવક આપતો હતો
  • પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

દાહોદ તાલુકાના એક ગામે 36 વર્ષિય પરિણિતાને એક યુવકે લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ પરિણિતાને પત્ની તરીકે રાખવા સારું તેણે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુર્જાયું હતું. જેથી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુર્જાયું
​​​​​​​દાહોદ તાલુકાના વરમખેડા ગામે પટેલ ફળિયામાં રહેતો મુકેશ મડિયાભાઈ દાહોદ તાલુકામાં રહેતી એક 36 વર્ષીય પરિણીતાના પરિચયમા આવ્યો હતો. ત્યારબાદ હું તને પત્ની તરીકે રાખીશ અને તું તારા પતિથી છૂટાછેડા લઈ લે, કહી પરિણીતાને લગ્નની લાલચ આપી હતી. તેમજ અવારનવાર પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તું મને છોડી દઈશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. જેને લઈ દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...