તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:દાહોદમાં શિક્ષણ સહાયના નામે લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ જિલ્લામાં ધોરણ 1થી 12ના અને કોલેજ તેમજ અન્ય કોર્સ માટે વિદ્યાર્થીઓને 5થી 10 હજાર સુધીની સહાય વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા કરવામાં આવે છે તેવા ફોર્મ દાહોદ જિલ્લામાં ફરતા થયા હતાં. જેમાં આ સહાય લેવા માટે રૂ.100ની રજિસ્ટરએડી કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના સેંકડો લોકોએ આ સહાય મેળવવા માટે રૂ.100 મોકલ્યા છે. જેને માટે પોસ્ટ ઓફિસોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી.

જો કે તપાસ કરતાં ફોર્મ પર આપવામાં આવેલો નંબર બંધ હોવાનું જણાતાં લોકોમાં શંકા ઘર કરી રહી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી આવા 1500થી વધુ લોકોએ ફોર્મ ભરી કવરમાં 100 રૂપિયા મુકીને સ્પીડપોસ્ટ કે રજિસ્ટએડી કર્યાં છે. સરકારની આવી કોઈ યોજના નથી તો આ ટ્રસ્ટ દ્વારા ફોર્મ સાથે 100 રૂપિયા અને ડોક્યુમેન્ટ લેવાઇ રહ્યાં છે તે લાલચ કે અયોગ્ય તો નથી તે અંગેની તપાસ અનિવાર્ય બની છે.

દાહોદ જિલ્લામાં એજ્યુકેશન સહાય મેળવવા માટેનું ફોર્મ ભરવા માટે પોસ્ટ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઠેર ઠેર ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે કોઈ પણ જાતની સરકારની જાહેરાત વિના ફોર્મ પણ બજારમાં વેચવા લાગ્યા છે. સરકાર દ્વારા 550થી 800 રૂપિયા સુધીની ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે. ત્યા

રે નડિયાદની આ વિદ્યાર્થી એજ્યુકેશન સહાય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 5 હજારથી માંડીને 10 હજાર સુધીની સહાય મેળવવા માટેનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લાઇટ બિલ, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ, માર્કશીટ અને બે વોટ્સએપ નંબર સાથેનું ફોર્મ પોસ્ટ ઓફિસ દ્વારા જ સ્વીકારવામાં આવે છે. આ ફોર્મ ભરીને તેના ડોક્યુમેન્ટ સાથે લોકો કવરમાં 100 રૂપિયા પણ મુકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...