• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, A Person Earns Rs. 2 Thousand Was Given To Another Person To Keep The Pistol, The Police Nabbed The Pistol Holder

તમંચાના રખોપા મોંઘા પડ્યા:દાહોદમાં એક શખસે રૂ. 2 હજારમાં અન્ય વ્યક્તિને તમંચો રાખવા માટે આપ્યો, પોલીસે તમંચો રાખનારને દબોચી લીધો

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમંચો રાખવા આપનાર સામે પણ ફરિયાદ નોંધાઈ
  • લીમખેડાના ગોરીયા ગામેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડયો

લીમખેડાના ગોરીયા ગામેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડયો હતો. માતવાના યુવકે ગોરીયા ગામના શખ્સને રૂપિયા 2 હજારમાં તમંચો રાખવા માટે આપ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે તમંચો રાખનારને દબોચી લીધો હતો. પોલીસે હાલ બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માતવાના યુવકે ગોરીયા ગામના શખ્સને તમંચો આપ્યો હતો
ગરબાડા તાલુકાના માતવા ગામે રહેતા વિજયભાઈ ભુરીયાએ લીમખેડા તાલુકાના ગોરીયા ગામે બીલવાળ ફળિયામાં રહેતો શૈલેષભાઈ વિરસીંગભાઈ ડીડોરને બે વર્ષ અગાઉ દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા.2000માં રાખવા માટે આપ્યો હતો. આ તમંચો શૈલેષભાઈએ પોતાની પાસે જ રાખી મુક્યો હતો. જેથી શૈલેષભાઈ પાસે દેશી હાથ બનાવટનો તમંચો હોવાની દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી.
આ બાતમીને આધારે પોલીસે ગત તા.3 ઓગષ્ટના રોજ તેના રહેણાંક મકાનમાં છાપો માર્યો હતો. આ સમયે શૈલેષભાઈની અટકાયત કરી તેની પૂછપરછ કરી તલાશી લીધી હતી. તે દરમિયાન દેશી હાથ બનાવટનો તમંચો ઝડપી પાડયો હતો. લીમખેડા પોલીસ મથકે વિજયભાઈ ભુરિયા અને શૈલેષભાઈ ડીંડોર સામે ફરિયાદ નોંધાંતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...