જીવલેણ દોરી:દાહોદમાં છ વર્ષીય બાળકના ગળાના ભાગે પતંગની દોરી ફરી વળી, 30 ટાકા આવ્યા

દાહોદ5 મહિનો પહેલા
  • 10 ટાકા ગળાના અંદરના ભાગે અને 20 ટાકા ઉપરના ભાગે એમ કુલ ૩૦ ટાકા લેવામાં આવ્યા

દાહોદ શહેરમાં એક છ વર્ષીય બાળકના ગળાના ભાગે પતંગની દોરી ફરી વળતા બાળકનું ગળું કપાઈ જવા પામ્યું હતું. તાત્કાલીક બાળકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતા તેને ગળાના ભાગે કુલ 30 ટાકા લેવામાં આવ્યા છે.

દાહોદ શહેરના મોચીવાડ વિસ્તાર ખાતે રહેતા 6 વર્ષીય મહંમદ હસનેન ઇમરાન શેખ આજ સવારના સમયે પોતાના ઘરના આંગણામાં રમતો રહ્યો હતો. તે સમયે પતંગની ધારદાર દોરી મહંમદના ગળા તરફ ફરી વળી હતી અને જોતજોતામાં મહંમદ લોહીલુહાણ થઇ ગયો હતો.

પરિવારજનોને જાણ થતા તેઓએ ઇજાગ્રસ્ત બાળક મહંમદને લઈ દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. તબીબો દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત મહંમદના ગળાના અંદરના ભાગે 10 ટાકા ગળાના અંદરના ભાગે અને 20 ટાકા ઉપરના ભાગે એમ કુલ ૩૦ ટાકા લેવામાં આવ્યા હતા. હાલ બાળકની તબિયત સારી છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે ભરૂચમાં એક્ટિવા પર જઇ રહેલી મહિલાના ગળામાં દોરી આવી જતાં મહિલાનું મોત થયું હતુ. જ્યારે રવિવારે પણ ભરુચમાં એક આધેડ અને એક યુવાનનું ગળુ કપાતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...