• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod, A Fire Broke Out In A Wooden Backyard And The Wood Was Burnt To Ashes, The Fire Team Managed To Control The Fire.

આગ:દાહોદમાં લાકડાના પીઠામા આગ લાગતા લાકડા બળીને ખાક થયા, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈને ઈજા ન પહોંચતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો

દાહોદ જિલ્લામાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામા આવી છે. આ દિવસો દરમિયાન કોઈ મોટી અનિચ્છનીય ઘટનાઓ હજી સુધી બની નથી. જોકે, શુક્રવારે સાંજે ગોધરા રોડ પર એક લાકડાના પીઠામાં અકસ્માતે આગ લાગી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ઘટનાને પગલે થોડા સમય માટે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો.

દાહોદ શહેર અને જિલ્લામા દિવાળીની ઉજવણી લોકોએ મન મુકીને કરી છે. કારણ કે, ગત વર્ષે કોરોનાને કારણે ઘરમા જ રહીને તમામ તહેવાર ઉજવવા પડ્યા હતા. જેથી આ વખતે ગામડાંઓમા પણ ગ્રામજનોએ તહેવારોની ઉજવણી મુક્ત મને કરી છે. કેટલીક વાર દિવાળી જેવા તહેવાર ટાંણે આગની ઘટનાઓ પણ બને છે. ત્યારે ગઈ કાલે રાતના સમયે દાહોદમા ગોધરા રોડ પર આવેલા એક લાકડાના પીઠામા આગ ફાટી નીકળી હતી. જેમા લાકડા બળીને ખાક થઈ ગયા હતા. જોકે, કોઇ પણ વ્યક્તિને ઈજા થઈ ન હતી. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમે આગ બુઝાવી દીધી હતી. આગની ઘટનાને પગલે થોડા સમય માટે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...