ક્રાઈમ:દાહોદમાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભવનાર સામે ગુનો દાખલ

દાહોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાત વધે તે પહેલાં પોલીસની કુનેહથી મામલો થાળે પડ્યો
  • ગૌતમ મહાવરે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો એડિટ કરી મૂક્યો હતો

દાહોદના એક યુવકે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તે રીતે ફોટોનું એડીટીંગ કરી તેની આઈ.ડી.પર ફોટો અપલોડ ક્રયો હતો. આ મામલે કેટલાંક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જોકે, વાત વધે તે પહેલાં પોલીસના પ્રયાસથી મામલો થાળે પડ્યો હતો. યુવક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

28 મેના રોજ મોડી સાંજના સાતેક વાગ્યા પહેલા   દાહોદ શહેરના ગૌતમ પપ્પુ મહાવરે તેની ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.ઉપર ફોટા પર એડીટીંગ કરી તેની આઈ.ડી.ઉપર અપલોડ કર્યો હતો. આ બાબતથી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવો ફોટો હોવાથી કેટલાંક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસ ઘટનાની ગંભીરતા પારખી જઈ ઘટના સ્થળે દોડી ગઇ હતી. દાહોદ ટાઉન પીઆઈ તથા તેમની ટીમની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.આ સંબંધે છીપાવાડમાં રહેતા મહેબુબ સજીફરોજે ગૌતમ મહાવર સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પપ્પુ સામે આઈટી એક્ટ 67 તથા ઈપિકો કલમ 298 , 188 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...