દાહોદ જિલ્લામાં વિધાન સભા ચુંટણીનું જાહેરનામુ પડ્યા બાદ ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીએ દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયા છોડીને અન્ય બેઠકો માટે પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં કેટલાંક ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીઓ કરી રહ્યા છે. તો કેટલાંકે ફોર્મ લઇ જઇને સસ્પેન્સ બનાવી રાખ્યુ છે. ત્યારે દાહોદ જિલ્લામાં જાહેર કરાયેલા ઉમેદવારો કેટલું ભણેલા છે તેનું ભાસ્કર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું. જેમાં દાહોદ બેઠક ઉપર કોંગ્રેસે હાલ સુધી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. ત્યારે ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી એમ.એ બી.એડ થયેલા છે.
તેવી જ રીતે આપના ઉમેદવાર પ્રો. દીનેશભાઇ મુનિયા એમ.કોમ,પીએચડી કરેલા છે. તેવી જ રીતે ઝાલોદમાં પણ ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ડો. મીતેશભાઇ ગરાસિયા એમ.એસ થયેલા છે. જ્યારે આપના ઉમેદવાર અનીલભાઇ ગરાસિયા પણ એમ.એ બીએડ થયેલા છે. ગરબાડામાં પણ ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન બારિયા 10 પાસ છે અને આપના શૈલેષભાઇ કનુભાઇ ભાભોર ઉમેદવાર ધોરણ 5 પાસ છે.
દેવગઢ બારિયામાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થયું છે પણ NCP દ્વારા હાલ સુધી અહીં પણ ઉમેદવારના નામની જાહેરાત કરાઇ નથી. ત્યારે ભાજપના બચુભાઇ ખાબડ ઓલ્ડ SSC પાસ છે અને આપના ઉમેદવાર ભરતભાઇ વાખળા 12 પાસ છે. ફતેપુરામાં ભાજપના રમેશભાઇ કટારાએ 12 પાસ કર્યા બાદ કૃષિ ડિપ્લોમા કરેલુ છે જ્યારે કોંગ્રેસના રઘુભાઇ મછાર 9 પાસ છે. તેવી જ રીતે અહીં આપના ઉમેદવાર ગોવિંદભાઇ પરમાર બી.એ થયેલા છે. લીમખેડામાં ભાજપના શૈલેષભાઇ સુમનભાઇ ભાભોર એમ.એ થયેલા છે. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઇ ગોંદિયા 10 પાસ છે જ્યારે આપના ઉમેદવાર નરેશભાઇ બારિયા સીપીએડ,બીએ કરેલા છે.
ઉમેદવારોનું ભણતર | |||
વિધાનસભા | ભાજપ | કોંગ્રેસ | આપ |
દાહોદ | એમએ બીએડ | જાહેર નથી | એમકોમ,પીએચડી |
ઝાલોદ | જાહેર નથી | MBBS(MS) | એમએ બીએડ |
ગરબાડા | જાહેર નથી | 10 પાસ | 5 પાસ |
દે.બારિયા | ઓલ્ડ SSC | જાહેર નથી | 12 પાસ |
ફતેપુરા | કૃષિ ડિપ્લોમા | 9 પાસ | બીએ |
લીમખેડા | એમએ | 10 પાસ | સીપીએડ,બીએ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.