ભાસ્કર વિશેષ:દાહોદમાં એક જ રાતમાં મતદારો લઇને 50 બસો આવી ,વાહનો દ્વારા 3500 મતદારો આવ્યાની વકી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, સુરત અને વડોદરાથી બસો આવી

દાહોદ જિલ્લામાંથી રોજીરોટીની તલાશમાં મોટી સંખ્યામાં લોકો પરગામોમાં હિજરત કરી જાય છે.ત્યારે ધંધા રોજગાર માટે બહાર ગયેલા લોકોને સરપંચ કે સભ્ય પદે ઉભા રહેલા ઉમેદવારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે માદરે વતન બોલાવ્યા હતાં. શનિવારની આખી રાત અને રવીવારની પરોઢ સુધી મતદારો એસ.ટી બસ અને ખાનગી વાહનોમાં આવતાં જોવા મળ્યા હતાં.

દાહોદ શહેરમાં સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, સુરત અને વડોદરા તરફથી શનિવારની એક જ રાતમાં 50 એક્સ્ટ્રા બસો દાહોદ આવી હતી.એસ.ટી બસમાં 3500 મતદારો સાથે 50 જેટલાં ખાનગી વાહનોમાં અન્ય 500 મતદારો મળીને કુલ 3500 મતદારો એકલા દાહોદ શહેરમાં ઉતર્યા હોવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે.

શનિવારની રાત્રે ઠંડીનો પારો 13 જોવા મ્યો હતો ત્યારે મતદાન માટે આવેલા મુસાફરો થરથર કાંપતા જોવા મળ્યા હતાં. બસમાં આવેલા મતદારો માટે તેમના ગામમાંથી ખાનગી વાહનો અને છકડા બસ સ્ટેન્ડ ખાતે મોકલવામાં આવ્યા હતાં. તેના કારણે દાહોદ શહેરનું સ્ટેશન રોડ આખી રાત ધમધમતુ જોવા મળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...