શારીરિક તાપસ:દાહોદમાં 30 પોલીસ કર્મી બ્લડપ્રેશર અને 10 ડાયાબિટીસથી પીડિત

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ કેમ્પમાં 126 પોલીસ કર્મીઓનું ચેકઅપ કરાયું હતું

દાહોદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થય ચકાસવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રાથમિક તપાસણી દરમિયાન 30 પોલીસ કર્મચારીઓ બ્લડપ્રેશર જ્યારે 10 ડાયાબિટીસથી પીડાતા હોવાનું સામે આવ્યું હતું.દાહોદની રિધમ હોસ્પિટલ તથા માલવ ઓર્થોપેડીક હોસ્પિટલ દ્વારા દાહોદના પોલીસકર્મીઓ કાજે નિ:શુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન પરિસર ખાતે તા. 12 જૂન 2021ના રોજ આયોજિત નિ:શુલ્ક નિદાન કેમ્પમાં પોલીસકર્મીઓના બ્લડપ્રેશર, પલ્સ, સુગર, ઓક્સિજન લેવલ, ઈ.સી.જી., કન્સલ્ટેશન તથા ઓર્થોપેડીકને લગતી વિવિધ સમસ્યાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

રિધમ હોસ્પિટલના માર્કેટીંગ હેડ સંજય સતભાઈ આયોજનમાં આ કેમ્પમાં ડૉ.બિરેન પટેલ વગેરેએ પોતાની સેવાઓ આપી હતી. ટાઉન પીઆઈ વી.પી.પટેલના વડપણ હેઠળ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના એક પીઆઇ, 2 પીએસઆઈ, કોન્સ્ટેબલ., જીઆરડી અને મહિલા પોલીસ કર્મચારીઓ મળી કુલ 126 લોકોએ તપાસ કરાવી હતી. કોરોનાકાળમાં દાહોદવાસીઓ માટે સતત સક્રિય રહેલા પોલીસકર્મીઓ માટેના આ કેમ્પમાં થયેલ ચકાસણી બાદ 126 પૈકી 30 પોલીસકર્મીઓને બ્લડપ્રેશર તથા 10 ને ડાયાબિટીસની વ્યાધિ હોવાનું ધ્યાને આવ્યું હતું.

તણાવસભર જીવનશૈલી કારણભૂત
પોલીસકર્મીઓની તણાવસભર જીવનશૈલીમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી વ્યાધિઓ સાથે સાંધા વગેરેની તકલીફ હોય તો સમયસર પરખાઈ જાય તો તેની સારવાર થઈ શકે તેવા શુભાશયથી રિધમ અને માલવ હોસ્પિટલ દ્વારા આ કેમ્પ યોજાયો હતો.>ડૉ કશ્યપ વૈદ્ય, રિધમ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...