તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બોરીયાલામાં લગ્ન માટે આપેલા રૂપિયાનું વ્યાજ ગણી જમીન પચાવી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘જમીન માંગશો તો મારી નાખીશું’ કહી દંપતી સાથે મારામારી
  • ગામના જ પતિ-પત્ની તથા પુત્ર સામે ફરિયાદ નોંધાવી

દાહોદ જિલ્લાના ગરબાડાના બોરીયાલા ગામે લગ્ન માટે આપેલા રૂપિયા આપી તેના વ્યાજના રૂપિયા ગણી જમીન લઇ લીધા બાદ પાછી માંગશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં એક મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી.

બોરીયાલા ગામના ભલાભાઇ ઝીથરાભાઇ ડામોર, ધનુભાઇ ભલાભાઇ ડામોર, સિરમાબેન ભલાભાઇ ડામોરે ગામમાં રહેતા વિજયભાઇ મથુરભાઇ ડામોરના લગ્ન સમયે 1,50,000 રૂપિયા આપ્યા હતા અને તેના વ્યાજના રૂપિયા ગણી તેમની જમીન લઇ લીધી હતી અને ‘જમીન પાછી માગશો તો તમને તથા તમારા આખા કુટુંબને જાનથી મારી નાખીશ’ તેવી ધમકીઓ આપી ગાળો બોલી ભલાભાઇ ડામોરે કુહાડી જેવા હથિયારથી માર મારી વિજયભાઇની માતા લીલાબેનને ડાબા હાથે કોણીના ભાગે ઇજા કરી પહોંચાડી પિતા મથુરભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત બન્નેને ગરબાડાના ખાનગી દવાખાને દવા સારવાર કરાવાઇ હતી. વિજયભાઇ ડામારે હુમલાખોરો સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...