• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Bhe Village Of Garbada, Dohitri, The Virgin Of The Well Owner, Gave Birth To A Daughter, Complained To Hide The Sin But Was Caught.

પાપ છાપરે ચઢી પોકાર્યું:ગરબાડાનાં ભે ગામના કૂવામાં નવજાત બાળકીને તરછોડી દેનારી માતા મળી, કૂવાના માલિકની દોહિત્રીએ જ બાળકીને જન્મ આપ્યો હોવાનો ઘટસ્ફોટ

દાહોદ12 દિવસ પહેલા
  • બે દિવસની બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
  • મધ્યપ્રદેશથી પ્રસૂતિ કરાવવા જ મોસાળ આવી, પણ પાપ છાપરે ચઢી પોકાર્યું
  • કુદરતે આપેલી વિકલાંગતા વચ્ચે હવે સગી દીકરીની હત્યાનો આરોપ લાગશે

ગરબાડા તાલુકાના ભે ગામે એક 40 ફુટ ઉંડા કૂવામાં તરછોડી દેવાયેલી બે દિવસની બાળકી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. આ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવી હતી, પરંતુ આજે તેનું મૃત્યુ થયુ છે. બીજી તરફ આ ઘટનામા ફરિયાદીએ જ આ કૃત્ય કર્યુ હોવાનો પર્દાફાશ થયો છે. કારણ કે, તેની પુત્રીની કુંવારી પુત્રીએ જ આ બાળકીને જન્મ આપ્યો હતો. જેથી પોલીસે તે બંન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદને આધારે જ પોલીસ તપાસ શરુ થઇ હતી
ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયામાં રહેતાં 60 વર્ષિય જોખલા કસનાભાઇ હઠીલાની માલિકીના કૂવામાં તેમને એક નવજાત બાળકી જોવા મળી હતી. તેમણે ઘડેલી વાર્તા પ્રમાણે તેમણે સરપંચને જાણ કર્યા બાદ પોલીસ આવીને નવજાતને ઝાયડસમા ખસેડવામાં આવી હતી. જોખલાભાઇએ જ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરુ કરી હતી.

જોખલાની કુંવારી દોહિત્રીએ જ બાળકીને જન્મ આપ્યો હતો
પોલીસે ભે ગામ અને આસપાસના વિસ્તારમાં કેટલી સગર્ભાઓ હતી અને કેટલી પ્રસુતિ થઈ છે, તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. આ તપાસમા પોલીસને કેટલીક કડીઓ મળી હતી અને તેના આધારે પહેલા રહસ્યનો પર્દાફાશ થઈ ગયો છે. જેમા પોલીસના જણાવ્યા પ્રમાણે આ નવજાત બાળકીને જન્મ આપનાર કુવાના માલિક જોખલા હઠીલાની દોહિત્રી છે. જેથી હવે પોલીસે જોખલા અને તેની દોહિત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુંવારી માતા અપંગ હોવાથી ઢસડાઈને ચાલે છે
જોખલાની દીકરી મધ્યપ્રદેશમાં રહે છે અને તેની આ દોહિત્રી થોડા સમય પહેલાં જ ભે ગામમા આવી હતી. તેની ઉમર 18 વર્ષ ઉપર છે. આખી ઘટના પ્રકાશમાં આવ્યા પછી તેને કોઈ તકલીફ ન થાય તેવા હેતુથી ગરબાડા સીએચસીમા ખસેડવામા આવી છે. તબીબી સૂત્રના જણાવ્યા મુજબ આ યુવતી અપંગ છે. જેથી તે ચાલી શકતી નથી. એકથી બીજા સ્થળે જવા તેણે જમીન પર ઢસડાઈને જવુ પડે છે. કુદરતે આપેલી આ વિકલાંગતા વચ્ચે હવે તેણે કાયદાના કટઘરામા આવવુ પડશે તે નિશ્ચિત છે.

ઘરે પ્રસુતિ કોણે કરાવી તેની પણ તપાસ કરાશે
આ યુવતી પોતાના મોસાળમા આવી તે કોઈ આયોજન પૂર્વક લાવવામા આવી હતી. તે પણ તપાસનો વિષય છે. તેવા સમયે આ સગર્ભાને ઘરે પ્રસુતિ કોણે કરાવી તેની પણ તપાસ કરવામા આવશે તેમ પણ જાણવા મળ્યુ છે.

નવજાત બાળકી દુનિયા દેખે તે પહેલા જ તેની આંખો હંમેશ માટે મીચાઈ ગઈ
બીજી તરફ જે કમનસીબ નવજાત બાળકી બે દિવસ પહેલાં જ જન્મી હતી તેને જનેતાએ જન્મતા વેંત જ તરછોડી દીધી હતી. તેને જીવડાવવા માટે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામા આવી હતી પરંતુ આ નિર્દોષ કોમળ બાળકી આંખો ખોલીને આ દોરંગી દુનિયાને દેખે તે પહેલાં જ શુક્રવારે તેની આંખો હંમેશ માટે મીચાઈ ગઈ હતી.

આ બાળકીના પિતા કોણ છે?
વિકલાંગ યુવતી કોઈના દુષ્કર્મનો ભોગ બની છે કે કોઈ સંબંધને પગલે તેને ગર્ભ રહ્યો હતો તેની પણ તપાસ હાથ ધરવામા આવશે.

.

અન્ય સમાચારો પણ છે...