હથિયારની હોમ ડિલીવરી:ગરબાડાના ભે ગામમાં ઝાડુ વેચનારા પાસેથી તમંચો ખરીદનાર ઝડપાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 હજારના તમંચા સાથે એક ઈસમની ધરપકડ કરી

દાહોદ તાલુકાના ગરબાડા તાલુકાના ભે ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક ઈસમના ઘરમાં દરોડો પાડયો હતો.ઘરમાંથી ગેરકાયદે દેશી હાથ બનાવટના એક તમંચા સાથે ઈસમની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ઘરના ઢાળિયામાં તમંચો સંતાડેલો હતો
ગત તા.10મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ગરબાડા તાલુકાના ભે ગામે હાડીયા ફળિયામાં રહેતા પ્રવિણભાઈ કરણભાઈ ભુરીયાના ઘરમાં ઓચિંતો છાપો માર્યો હતો.ઘરના ઢાળીયામાં ગેરકાયદે સંતાડી રાખેલો દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો.જેની કિંમત રૂા.3000 થાય છે.

મધ્યપ્રદેશના શખ્સે તમંચો ખરીદ્યો હતો
પોલીસે તમંચો કબજે કરી ઝડપી પાડવામાં આવેલા પ્રવિણભાઈની પુછપરછ કરતાં આ તમંચો દોઢેક વર્ષ અગાઉ મધ્યપ્રદેશ તરફથી ખજુરીના ઝાડું વેચવા આવેલ એક અજાણ્યા ઈસમ પાસેથી ખરીદ્યો હતો.આ સંબંધે ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...