દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં લગ્નેતર સંબંધ રાખતી પત્ની અને તેના સબંધીઓ દ્વારા રૂમમાં બંધ કરીને માર મારવા સાથે પત્ની દ્વારા મરી જવાનાં મેણાં સહન નહીં કરી શકતાં શિક્ષક પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેની પાસેથી મળેલી સુસાઇડ નોટના આધારે પત્ની, તેના સંબંધી અને પ્રેમી મળીને સાત લોકો સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને પીપલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવગઢ બારિયા તાલુકાના રેબારી ગામના વચલા ફળિયામાં રહેતા 29 વર્ષીય દિલીપભાઇ પટેલના લગ્ન ભથવાડા ભૂતિયા ગામની એક યુવતી સાથે થયા હતા. આ યુવતીને લગ્નેતર સંબંધ હોવાથી દિલીપભાઇને તું મરી જા કહીને મેણાં મારતી હતી. આ ઉપરાંત યુવતીના સંબંધી જશવંતસિંહ પટેલ, રતનસિંહ પટેલ, રંગીતભાઇ પટેલ, જનકભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ પણ ગાળા ગાળી કરીને તારે બધું જ સહન કરવું પડશે, કહીને રૂમમાં બંધ કરીને માર મારતા હતા. મારી નાખવાની, ફસાવી દેવાની ધમકી આપતા હતા. અવારનવાર ત્રાસ ગુજારી જીવન ટૂંકાવી નાખવા મજબૂર કરતાં દિલીપભાઇએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું હતું. આ અંગે તેમના ભાઇ પર્વત પટેલે પિપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
નવ પાનાંની સુસાઇડ નોટના અંશ
પત્ની કહે છે કે તું મરી જા... મારે તો વિશાલ છે, તારે ખાલી મને પાળવાની..
માફ કરજો મમ્મી-ભાઇ-ભાભી, હું છેલ્લા ચાર મહિનાથી થાકી ગયો છું. મને બહુ જ માર પડ્યો છે.બહુ જ ગાળો આપી છે. મને ઘર પણ આવવા નહોતા દેતા. મમ્મી, સોરી તને વાત કરવા ફોન કરું તે પણ કરવા નહીં દેતા. નોકરી પછી છ વર્ષ સુધી લગ્ન એટલા માટે નહોતા કર્યા કે મારી મમ્મીને સુખ મળે, પરંતુ મમ્મી, હું તને તો સુખ આપી શક્યો નહીં. મેં(પત્ની)ને ખૂબ જ સમજાવી, પણ માની શકી નહીં. રતનસિંહ કાળુ પટેલ(માધવા હોટલ), રંગીતસિંહ કાળુ (શિક્ષક), જનકભાઇ રંગીતભાઇ પટેલ(12th પાસ), જશવંતસિંહ કાળુ પટેલ (શિક્ષક) દ્વારા મને ખૂબ જ માર મારવામાં આવે છે, રૂમ બંધ કરીને મારે છે. કોઇને કહીશ તો મારી નાખીશું, ફસાવી દઇશું, નોકરી જતી રહેશે, તારા ઘરનાને જીવવા નહીં દઇયે. એવી રીતે મને બહુ જ ધમકી-માર મારવામાં આવતો. (પત્ની) પણ ખૂબ જ મારતી. મારે પણ કશું પણ કહેવાનું નહીં, હું નોકરી પણ કરીશ, લોકો જોડે ફરીશ પણ ખરી, તારે ખાલી મને પાળી રાખવાની, કોઇને કહેવાનું નહીં, હું કોઇને કહેવાની વાત કહું તો મને બધા જ મારે, ધમકાવે, તારે બધું સહન કરવું જ પડશેસ એમ કહે. હવે હું થાકી ગયો છું આ લાઇફથી,8160826293 (વિશાલ) પંચેલા(BSC+Bed) છોકરો મને લગ્ન પછી બહુ જ ધમકાવતો, મારવાની વાત કરતો, કોઇને નહીં કહેવાની વાત કરતો. સરકારી નોકરીમાંથી કઢાવી નાખીશ, એમ કહેતો(પત્ની) તેને સપોર્ટ કરતી. આ નંબરનો ઇતિહાસ કાઢજો 6353442942(પત્ની), 8160826293(વિશાલ પંચેલા) સતત ત્રાસ, અત્યાચાર, મારથી હું જિંદગીમાં વિદાય લેવા જઇ રહ્યો છું. સોરી મમ્મી, હું તારું સપનું પૂરૂં કરી શક્યો નહીં. મેં વીડિયો કોલ કે સાદા કોલથી વાત કરવાની છેલ્લે ટ્રાઇ કરી, પણ કરી શક્યો નહીં. તારુ મોઢું જોઇ શક્યો નહીં, ભૂતિયાવાળા મમ્મીનો પણ આભાર અને સોરી, તમે પણ મારા માટે બહુ કર્યું, પણ આ 4 લોકોને કારણે જઉં છું. મને પત્ની કહે છે કે તું મરી જા, મારે તો વિશાલ છે, તમારે ખાલી રાખવાની, પૂરું કરવાનું, નહીં તો માથે પડીશ, નોકરીમાંથી કઢાવી નાખીશ. બધા મને માફ કરજો, આ લોકોને સજા કરજો, કરાવજો. -દિલીપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.