ફરાર:ભાઠીવાડામાં બાઇક પર લવાતો દારૂનો થેલો નાખી ખેપિયો ફરાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઠીવાડાનાે બૂટલેગર બાઇક લઇને ફરાર થવામાં સફળ રહ્યો

દાહોદ તાલુકા પોલીસની ટીમ ગતરાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ લાગતાં એક બાઈકનો પીછો કરતાં ચાલક દારૂ ભરેલુ કંતાનનું લગડુ ભાઠીવાડા ગામે રોડ પર ફેંકી નાસી ગયો હતો.

દાહોદ તાલુકા પોલીસની ટીમ ગતરાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભાઠીવાડા ગામના ઝેર ફળિયામાં રહેતો ગીરમલ કાળીયા મેડા બાર વાગ્યાના અરસામાં પોતાની બાઈક ઉપર ઇંગ્લિશ દારૂની ખેપ મારવા માટે નિકળ્યો હતો. ત્યારે એક શખ્સ બાઇક ઉપર કંઇક શંકાસ્પદ વસ્તુ લઇ જતાં જણાતા પોલીસે તેનો પીછો કર્યો હતો. પોલીસ પાછળ આવતી જોઇ બાઇક ચાલક ગીરમલ મેડાની ફિલ્મી ઢબે પીછો કરતાં ઝડપાઇ જવાના ડરથી તે કંતાનના થેલાનું બનાવેલુ દારૂનો જથ્થો ભરેલુ લગડું ફેંકી બાઇક લઇને નાસી ગયો હતો. કંતાનના થેલાની તલાસી લેતા રૂા.46,080ની કુલ 336 બોટલો મળી આવી હતી. જથ્થો જપ્ત કરી ભાગી ગયેલા ખેપિયા ગીરમલ કાળીયા મેડા વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...