તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:બારિયા તા.માં પુત્ર સાથે પરિણીતાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રને મારી નાખવાની ધમકી આપી અપહરણ
  • કાઠિયાવાડ લઇ જઇ 12 દિવસ ગોંધી રાખી

દેવગઢ બારિયા તાલુકામાંથી યુવક પૂત્રને મારી નાખવાની ધમકી આપીને તેનું પૂત્ર સાથે અપહરણ કરી ગયો હતો. પત્ની તરીકે રાખવા માટે આ કૃત્ય આચરી કાઠીયાવાડ લઇ જઇને ત્યાં 12 દિવસ ગોંધી રખાયા હતાં.દરમિયાન પરીણિતા સાથે વારંવાર તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ પણ આચર્યુ હતું.

દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામે રહેતો વિકેશભાઈ ભારતભાઈ રાઠવા ગત તા.૨૮મી મેના રોજ તાલુકાની પરીણિતાના ઘરે બાઇક લઈને ગયો હતો. હું તને મારી પત્નિ તરીકે રાખવા લઈ જવાનો છું અને જો તું નહીં આવે તો તને અને તારા છોકરાને મારી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી. પરીણિતા અને તેના પુત્રને બાઇક પર બેસાડી અપહરણ કરી ગયો હતો. અપહરણ કરી પરીણિતા અને તેના પુત્રને કાઠીયાવાડ લઈ ગયો હતો જ્યાં વાડીમાં એક મકાનમાં બંન્ને માતા - પુત્રને બાર દિવસ સુધી ગોંધી રાખ્યાં હતાં.

આ દરમ્યાન વિકેશભાઈએ પરીણિતાને કહેલ કે, તારે હવે મારી પત્નિ તરીકે રહેવાનું છે, જો તું નહીં રહે તો તને મારી નાખીશ તેવી ધમકી આપી પરીણિતાની સાથે મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. વિકેશની ચુંગાલમાંથી છુટીને આવેલી પરીણિતાએ અંતે બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...