• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In All Dahod Legislatures, BJP Expanders Will Visit Villages For Three Days, Strengthen The Organization And Conduct Political Studies.

સંગઠનને મજબૂત કરવા ભાજપની કવાયત:દાહોદની તમામ વિધાનસભામાં ભાજપાના વિસ્તારકો ત્રણ દિવસ ગામડાં ખુંદી વળશે, સંગઠનને મજબૂત કરવાની સાથે રાજકીય અભ્યાસ કરશે

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 6 વિધાનસભામાં ત્રણ દિવસ માટે જનારા વિસ્તારકોની કાર્યશાળાઓ યોજાઇ દરેક વિધાનસભામાં અન્ય વિધાનસભામાંથી દરેક બુથમાં વિસ્તારક જશે વિસ્તારક ત્રણ દિવસ સુધી પક્ષના સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરશે

તા 11,12,13 જૂન સુધી અન્ય વિધાનસભાના વિસ્તારકો બીજી વિધાનસભામાં સંગઠનને મજબુત કરવાની સાથે રાજકીય અભ્્યાસ કરશે ગુરુવારે તમામ વિધાનસભામાં વિસ્તારકો માટેની કાર્યશાળાઓ સાગમટે યોજાઇ

દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મોડમાં આવી ગઇ છે. નિત નવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે આજે બુધવારે આખાયે જિલ્લાની 6 વિધાનસભામાં ત્રણ દિવસ માટે જનારા વિસ્તારકોની કાર્યશાળાઓ જુદા જુદા સ્થળોએ યોજાઇ હતી. જેમાં દાહોદમાં દાહોદ અને ગરબાડા વિધાનસભાની કાર્યશાળામાં વિસ્તારકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકમાંથી ત્રણ બેઠક ભાજપા પાસે અને ત્રણ બેઠક કોંગ્રેસના કબ્જામાં છે. ત્યારે બંન્ને પક્ષો આ વખતે એડી ચોટીનું જોર લગાવશે તે નિશ્ચિત છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ આક્રમક મૂડ સાથે કામ કરતી હોવાનું જણાઇ રહ્યું છે. ભાજપા સંગઠન દ્વારા આંતરે દિવસે કોઇને કોઇ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે કાર્યકરો પણ એટલા જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ પહેલાં અલ્પકાલીન વિસ્તારક તરીકે દરેક વિધાનસભામાં પ્રદેશ કક્ષાએથી એક એક વિસ્તાર મુકવામાં આવ્યા હતા. તેમનો ત્રિદિવસીય કાર્યક્રમ બે દિવસ પૂર્વે જ પૂર્ણ થયો છે. ત્યારે હવે દરેક વિધાનસભામાં અન્ય વિધાનસભામાંથી દરેક બુથમાં વિસ્તારક જશે અને આ વિસ્તારક ત્રણ દિવસ સુધી પક્ષના સંગઠનને મજબુત કરવાની કામગીરી કરશે.

ઉપરાંત કોઇપણ પ્રકારના મતભેદ અથવા તો પક્ષને નુક્સાનકારક હોય તેવી પ્રવૃત્તિઓની જાણકારી મેળવી તેનો જિલ્લા અહેવાલ જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયારને આપવામાં આવશે. આવા તમામ વિસ્તારકોની કાર્યશાળાઓ દરેક વિધાનસભા વિસ્તારોમાં યોજાઇ હતી અને તેમાં પ્રદેશ કક્ષાએથી આવેલા વક્તાએ વિસ્તારકની કામગીરીની સમજ આપી હતી. સમગ્ર માહિતી તેની નિયત વેબસાઇટ પર અપલોડ કરવાની છે. ત્યારે દાહોદમાં આજે તારીખ 8 જૂનના રોજ દાહોદ અને ગરબાડા વિધાનસભાની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ જવાહરભાઇ ત્રિવેદીએ વિસ્તૃત જાણકારી આપી હતી.

જિલ્લાની દરેક વિધાનસભામાં ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં વિસ્તારકો તારીખ 11, 12 અને 13 જૂન એમ ત્રણ દિવસ સુધી પ્રવાસ કરશે અને પોતાના વિસ્તારમાં જ રોકાઇને રાજકીય અભ્યાસ કરશે. આમ દાહોદ જિલ્લામાં ભાજપાના વિસ્તારકો ત્રણ દિવસ માટે રાત દિવસ ગામડાં ખુંદશે. આખોયે પ્રવાસ કાર્યક્રમ જીપીએસ સીસ્ટમ સાથે જોડાયેલો હોવાથી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ આપોઆપ જ થવાનું હોવાથી કાર્યકરો પણ સતર્કતાથી કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...