હુમલો:અગાસવાણીમાં મોઢાના ભાગે 1ને લોખંડની પાઇપ મારતાં દાંત તૂટ્યો

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તમે ચૂંટણીમાં હારી ગયા છો તો આ બાજુ કેમ ફરો છો કહી હુમલો કર્યો
  • છોડાવવા પડેલી પત્નીને પણ લાકડીઓ મારી, ગામના છ લોકો સામે ગુનો

ધાનપુર તાલુકના અગાસવાણી ગામમાં ચૂંટણીમાં હારી ગયો છો તો આ બાજુ કેમ ફરો છો કહી એકને મોઢાના ભાગે પાઇપ મારી દાંત ભાંગી નાખ્યો હતો. તેમજ વચ્ચે છોડાવવા પડેલ પત્નીને પણ લાકડીઓ વડે માર માર્યો હતો. આ સંદર્ભે છ વિરૂદ્ધ ધાનપુર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અગાસવાણી ગામના પટેલ ફળિયાના રાજુ દિનેશ તડવી, સંદીપ દીનેશ તડવી, હિંમત શનુ તડવી, હિરા તેરીયા તડવી, સુરમલ વરસીંગ તડવી તથા મનુ મંગળા તડવી તમામ હાથમાં મારક હથિયારો ધારણ કરી બિભત્સ ગાળો બોલી લદોડીયા ફળિયામાં રહેતા સુક્રમભાઇ મુળીયાભાઇ સંગાડાને તમે ચૂંટણીમાં હારી ગયા છો તો હજી કેમ આ બાજુ ફરો છો તેમ કહી મોઢાના ભાગે લોખંડની પાઇપ મારી દેતાં દાંત પડી જતા લોહી લુહાણ કરી શરીરે લાકડીઓ મારતા હતા.

સુક્રમભાઇના પત્ની લલીબેન તથા છોકરી પિંકલબેન દોડી આવી છોડાવવા પડતાં લલીબેનને પણ ગડદાપાટુ લાકડીઓ મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત સુક્રમભાઇ તથા લલીબેનને સારવાર અર્થે ધાનપુર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ લઇ જઇ સુક્રમભાઇ મુળીયાભા સંગાડાએ હુમલાખોરો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...