કોરોના વિસ્ફોટ:દાહોદ શહેરમા એક જ દિવસમા 12 કોરોના પોઝિટિવ આવતા ફફડાટ, એક્ટિવ કેસનો આંક 26 પર પહોંચ્યો

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમા જામતી ભીડ અને કોરોનાના નિયમોની ઐસી તૈસી કરાતા કોરોના વકરશે

દાહોદમાં આજે કોરોના બોમ્બ ફુટ્યો છે. આજે એકસાથે 12 એટલે કે ડઝન કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતાં ખળભળાટ સાથે લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ ડઝન કોરોના પોઝિટિવ કેસ દાહોદ શહેરમાં જ નોંધાયાં છે. બારે બાર પોઝિટિવ કોરોના પોઝિટિવ કેસ દાહોદ શહેર વિસ્તારમાંથી સામે આવતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ક્યાંકને ક્યાંક દાહોદ શહેરવાસીઓની લાપરવાહી કહો કે, સરકારની ગાઈડ લાઈનનું પાલન ન થતું હોવાને કારણે દાહોદમાં હવે કોરોના પ્રસરી રહ્યો છે.

આજે દાહોદમાં આરટીપીસીઆરના 1536 પૈકી 10 અને રેપીડ ટેસ્ટના 239 પૈકી 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. આ 12 કેસ દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યાં છે. દાહોદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આજના 12 પોઝિટિવ કેસો સાથે એક્ટીવ કેસની કુલ સંખ્યા 26 પર પહોંચી જવા પામી છે. દાહોદ શહેરમાંથી એકસાથે 12 કોરોના પોઝિટિવ કેસો સામે આવતાં દાહોદ શહેરવાસીઓમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.

દાહોદ શહેરમાં આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદી માટે ઉમટી પડી છે. જાહેરમાં સરકારની ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન પણ થતુ જાેવા મળી રહ્યૂ છે. લોકો બેફીકર રીતે માસ્ક વગર પણ ફરતાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ ડિસ્ટન્સનો પણ બજારોમાં અભાવ જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. ત્યારે દાહોદ શહેરવાસીઓની કોરોના સંક્રમણ પ્રત્યેની બેદકકારી અને સરકારના નિયમોનું પાલન ન કરતાં હોવાને કારણે દાહોદમાં કોરોના છેલ્લા કેટલાંક દિવસોથી વકરી રહ્યો છે. આજના કોરોના પોઝિટિવ કેસોને પગલે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...