• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In 1 Hour, The Same Bear Attacked 5 People In Three Villages, Injuring Three Women And Two Men With Head, Arms, Legs And Back Paws.

એક જ રીંછનો 5 પર હુમલો:દેવગઢ બારિયામાં 1 કલાકમાં એક જ રીંછે ત્રણ ગામમાં ત્રણ મહિલા સહિત બે પુરુષ પર ત્રાટક્યો; માથા, હાથ, પગ, પીઠે પંજો મારી લોહીલુહાણ કર્યા

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તની તસવીર - Divya Bhaskar
ઇજાગ્રસ્તની તસવીર
  • દેવગઢ બારીયામાં કોઈ ખેતરમાં કામ કરતું હતું તો કોઈ ઢોર ચરાવતું હતું
  • પહેલા ભૂતપગલામાં ત્રણને ઘાયલ કર્યા બાદ ખાંડણીયા અને સાતકુંડામાં હુમલો

દેવગઢ બારીયા તાલુકા આવેલા ત્રણ ગામોમાં રીંછે 1 કલાકમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકો ઉપર હુમલો કરીને ઘાયલ કરતા ખળભળાટ સાથે ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. ઢોરો ચારતા અને ખેતરમાં કામ કરતા લોકોને રીંછે શિકાર બનાવ્યા હતા.ઘાયલોને બારીયાના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વન વિભાગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેવગઢ બારીયા તાલુકામાં આવેલા ભૂતપગલા ગામે ચંપાબેન રમેશ ભાઈ રાઠવા કોતરમાં પોતે મૂકેલું મશીન જોવા ગયા હતા ત્યારે બપોરના 1 વાગ્યે રીંછે હુમલો કરીને તેમના પગની સાથળ અને હાથની આંગળી ઉપર ઇજા કરી હતી.

ત્યાંથી ભાગેલા રીછે 1.15 વાગ્યે ખેતરમાં કામ કરતા પ્રફુલભાઈ બલવંતસિંહ બારીયા ઉપર હુમલો કરીને તેમના પગ અને ઢીચણના નીચેના ભાગે બચકા ભર્યા હતા. ત્યાંથી પણ ભાગી છૂટી ભૂતપગલા ગામમાંજ કૈલાશબેન દિનેશ બારીયા ઉપર 1.35 વાગ્યે હુમલો કરી સાથળ, હાથ અને કપાળમાં બચકા ભરી ઘાયલ કર્યા હતા. રિંછના હુમલાથી ગામમાં ભય ફેલાઈ ગયો હતો. લોકો એ દેકારા પડકારા કરતા રીછ ભાગીને નજીકનાં ખાંડણીયા ગામે પહોંચી ગયું હતું. ત્યાં 1.50 વાગ્યાના અરસામાં બકરા ચરાવતા સુમિત્રાબેન સોમાભાઈ નાયકને નિશાન બનાવીને તેમના પગની સાથળ અને હાથ ઉપર બચકા ભર્યા હતા.

સુમિત્રાબેનની બુમાબુમથી રીછ સાતકુંડા ગામે પહોચિ ગયું હતું. ત્યાં બપોરના બે વાગ્યે ખેતરે જતા અજીતભાઈ નરપતભાઈ બારીયા ઉપર હુમલો કરીને તેમના ખભાના ભાગે બચકા ભર્યા હતા. એક સાથે ત્રણ ગામમાં એક જ કલાકના ગાળામાં 5 લોકોને રીછે ઘાયલ કર્યાની ઘટનાથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

ઘટના પગલે ત્રણે ગામોમાં વનવિભાગના કર્મચારીઓ ધસી ગયા હતા. તમામ ઘાયલોને 108 દ્વારા દવાખાને ખસેડાયા હતા. જાણવા મળ્યા મુજબ એક રીછ તેના બચ્ચાઓ સાથે ફરતું જોવા મળતું હતું. તેના દ્વારા જ લોકો ઉપર હુમલા કરાયા હોવાની ચર્ચા છે. જોકે હુમલા સમયે રીછ સાથે બચ્ચાં જોવા મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...