દિવડાકોલોનીમાં મંગળવારની રાત્રે લાકડા ભરેલી ટ્રક વન વિભાગ દ્વારા નહીં પરંતુ પોલીસ વિભાગ દ્વારા કબ્જે લેતા વનવિભાગની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શિવરાત્રી ની રાત્રે ખીચોખીચ લાકડા ભરેલી ટ્રક દિવડા કોલોની બહારના બસ સ્ટેશન પાસેથી પુરઝડપે પસાર થઈ રહી હતી. તે દરમિયાન ઓવર્લોડ ભરેલ લાકડામા વીજવાયર ફસાતા જોરદાર ધડાકા સાથે વીજપોલ તૂટતાંની સાથે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ ઘટનાથી આસપાસનાના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ટ્રક ઉપર બેઠેલા ઈસમો કૂદકા મારી ભાગી ગયા હતા.
જ્યારે ટ્રક ડ્રઇવરને લોકોઅે પકડી પાડયો હતો. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પોહચી ટ્રક તેમજ ચાલકને પકડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રક વન વિભાગની કચેરી સામેથી પોલીસ દ્વારા પકડવામાં આવતા વન વિભાગ સામે સવાલો સાથે ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.