તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દાહોદના સ્ટેશન રોડની બંધ પરબ શરૂ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી

દાહોદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાહોદની બંધ પરબની તસવીર. - Divya Bhaskar
દાહોદની બંધ પરબની તસવીર.
 • કોંગ્રેસના યુવા પ્રમુખે ચીફ ઓફિસરને પરબ અંગે પત્ર લખ્યો

દાહોદના સ્ટેશન રોડ સ્થિત જી.એલ.કે.ટાવર પાસે આવેલી વર્ષોથી બંધ હાલતમાં રહેલી પીવાના પાણીની ટાંકી (પરબ)ને તાત્કાલિક ચાલુ કરવા દાહોદ કોંગ્રેસના અગ્રણીએ લેખિત રજુઆત કરીને 7 દિવસમાં આ પાણીની પરબ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દાહોદ યુવા કોંગ્રેસ પ્રમુખ નિતેશ એસ. યાદવે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીતકુમાર પટેલને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે, દાહોદના સ્ટેશન રોડ વિસ્તાર સ્થિત જી.એલ.કે. ટાવર નજીક નગરપાલિકાના શોપીંગ સેન્ટરમાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી પાણીની પરબ બનાવ્યા બાદ વર્ષો બાદ પણ આજદિન સુધી આ ટાંકી બંધ હાલતમાં છે. જેને લઈને લોકોને પાણી માટે નાણાં ખર્ચીને પાણીની બોટલો ખરીદવી પડતા આર્થિક નુકસાન ભોગવવું પડે છે.

હાલમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગયેલી છે ત્યારે આ પાણીની પરબ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ યુવા કોંગ્રેસના પ્રમુખે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો